મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કક્કડ પરિવાર આપશે સ્વજનને શ્રદ્ધાંજલિ મોરબીના આશાપુરા મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતાં પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન: મોરબીના વિરપરડા ગામના પાટિયા પાસે માતાના મઢ જતા યાત્રાળુઓ માટે યોજાશે સેવા કેમ્પ મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા કાલે સાંજે પથ સંચાલકનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે શહીદ વીર જવાનોના પરિવારનું પ્રભારી મંત્રીની હાજરીમાં કરાયું સન્માન ટંકારા ITI ખાતે યુવા મતદારોની હાજરીમાં મતદાર જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મહિલા સશક્તિકરણને વેગ આપતો પ્રાદેશિક મેળો-૨૦૨૬ નો પ્રભારી મંત્રીના હસ્તે કરાયો પ્રારંભ સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મચ્છુ નદીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સફાઈ ઝુંબેશ યોજાઇ મોરબીની ગોપાલ સોસાયટીમાં ઘરમાં જુગાર રમતા ચાર શખ્સ 39,400 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી ન આપતી ચાર હોટલના સંચાલક સહિત છ સામે ગુના નોંધાયા


SHARE









મોરબી શહેર-તાલુકામાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી ન આપતી ચાર હોટલના સંચાલક સહિત છ સામે ગુના નોંધાયા

મોરબીમાં પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખનારા હોટલ સંચાલકો તથા પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપનારા મકાનમાલિકો દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી ન હોવાથી મોરબી શહેર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ મળીને વધુ 6 ગુના નોંધાયા છે અને પોલીસે અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વિસ્તારોની અંદર આવેલ હોટલોમાં પરપ્રાંતિય શ્રમિકો કામ કરતા હોય ત્યાં એ ડિવીજન પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું અને ત્યારે પરપ્રાંતિય શ્રમિકોની માહિતી પોલીસને આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હોટલના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ બિસ્મિલ્લા હોટલના સંચાલક સહીમભાઇ કલામુદ્દીન શેખ (19) રહે. જુના બસ સ્ટેશન પાછળ મોરબી, ભક્તિનગર સર્કલ પાસે આવેલ પંજાબી તડકા હોટલના સંચાલક રાજેશભાઈ રમેશભાઈ દવે (59) રહે. સનાળા મોરબી, બીગ બોસ હોટલના સંચાલક દિવ્યેશભાઇ જયંતીલાલ જોશી (51) રહે. સ્વસ્તિક સોસાયટી નવા બસ સ્ટેશન સામે મોરબી, તુલસી હોટલના સંચાલક વલમજીભાઇ રામજીભાઈ મેરજા (65) રહે નરસંગ ટેકરી મંદિર પાસે રવાપર રોડ મોરબી, મોરબીમાં દલવાડી સર્કલ પાસે આવેલ 25 વારીયામાં મકાન ભાડે આપ્યું હતું જેની પોલીસની જાણ કરવામાં આવી ન હતી જેથી કરીને મકાન માલિક રજાકભાઈ અલારખાભાઇ ઓડિયા (49) રહે. પંચાસર રોડ રાજવીર નગર મોરબી વાળાની સામે ગુનો નોંધાયો છે મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ તુલસી રેસીડેન્સી મેઇન રોડ ઉપર મકાન નંબર બે માં ભાડુઆત રહેતા હતા જેની જાણ મોરબી તાલુકા પોલીસ કરવામાં આવી ન હતી જેથી કરીને મકાનમાલિક રમેશભાઈ અવચરભાઈ નકુમ (57) રહે. બોરીયા પાટી ભાંડીયાની વાડી વજેપર ગામ મોરબી વાળા સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે




Latest News