અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડી પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા


SHARE

















ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડી પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે ઉગમણી સીમમાં વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યારે ત્યાં જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 50500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેઘપર ઝાલા ગામની ઉગમની સીમમાં અજયસિંહ ઝાલાની વાડીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અજયસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા (34) રહે. મેઘપર ઝાલા, નંદલાલભાઈ કેશવજીભાઈ સવસાણી (60) રહે. હીરાપર, રમણીકલાલ હરજીવનભાઈ રામાનુજ (62) રહે. ટંકારા, સહદેવસિંહ ચંદુભા જાડેજા (51) રહે. પડધરી અને વલ્લભભાઈ રામજીભાઈ તળપદા (45) રહે. મોવૈયા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 50500 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ વિદ્યાનગર સોસાયટીમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી 1160 ની રોકડ સાથે હસમુખભાઈ અતુલભાઇ ત્રિવેદી (21) રહે. ભડીયાદ કાંટા પાસે જીજે-36 પાન સામે મોરબી વાળાની ધરપકડ કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News