મોરબીની આયુર્વેદ શાખા દ્વારા ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે આયુષ કેમ્પ યોજાયો મોરબીની દીકરી સભઈબેન ગઢવી રચશે ઈતિહાસ: ૧ લી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી બનશે મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદી સુધારણા કાર્યક્રમ, મતદારો ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર દરમિયાન રજૂ કરી શકશે દાવા-વાંધા; ૪ જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદાર યાદી મોરબીના શૈલેષભાઈ કારિઆનું પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દશેરાએ ૨૧ સ્થળોએ વિહિપ-બજરંગ દળ દ્વારા કરાયું શાસ્ત્ર પૂજન ટંકારાના વીરપર ગામે ગૌશાળાના લાભાર્થે ઐતિહાસિક નાટક વીર માંગડા વાળો યોજાશે   મોરબી જિલ્લામાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૭ જાહેર: ૧૨ નવેમ્બરે થશે મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ ૧૧ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે મોરબીની આયુર્વેદ શાખા દ્વારા વિશેષ આયુષ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સહિત રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી 17 બાઈકની ચોરી કરનારા રાજસ્થાનના રીઢા ચોરની એલસીબીએ કરી ધરપકડ


SHARE









મોરબી સહિત રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી 17 બાઈકની ચોરી કરનારા રાજસ્થાનના રીઢા ચોરની એલસીબીએ કરી ધરપકડ

રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં છેલ્લા મહિનાઓમાં બાઇક ચોરીની ઘટના વધી હતી તેવામાં મોરબી સહિત ગુજરાતનાં જુદાજુદા જીલ્લામાં બાઈકની ચોરી કરતી રાજસ્થાન રાજ્યની ગેંગના એક રીઢા ચોરને પોલીસે પકડેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલા ૧૬ બાઇકને પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ ૧૭ બાઇક ચોરીના અનડીટેક્ટ ગુનાઓને મોરબી જિલ્લા એલસીબીની ટીમે ઉકેલી નાખેલ છે અને હાલમાં આરોપી પાસેથી ૬,૦૫,૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયા અને પીએસઆઈ કે.એચ.ભોચીયા તેમજ વી.એન.પરમાર અને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડની ટિમ બાઇક ચોરીના ગુનાને ડિટેક્ટ કરવા માટે કામ કરી રહી હતી અને મોરબી વિસ્તારમાં થયેલ વાહન ચોરીના બનાવોમાં અમુક ઇસમોના શંકાસ્પદ ફોટાઓ તથા વીડીયો ફૂટેજ નેત્રમના સીસીટીવી માંથી મળી આવેલ હતા તેમજ વિક્રમસિંહ બોરાણા, ઇશ્વરભાઇ કલોતરા, ચંદુભાઇ કાણોતરા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર સહિતના સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબીના નવલખી ફાટકથી શનાળા બાયપાસ તરફ જઈ રહેલા શખ્સને પંચાસર ચોકડી પાસે રોકવામાં આવેલ હતો અને તેની પાસે જે બાઇક હતું તે મોરબી એ ડિવિઝન વિસ્તારમાંથી ચોરી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું અને ચારેક મહિના પહેલા આ શખ્સે સુપર માર્કેટ પાસેથી બાઈકની ચોરી કરી હતી  અને બાઈકની આગળ-પાછળની નંબર પ્લેટો કાઢીને ફેકી દીધેલ હતી

જેથી પોલસીએ આ શખ્સની વધુ પૂછપરછ કરતાં તેને મોરબી, રાજકોટ, રાધનપુર તથા થરાદ એમ અલગ-અલગ જગ્યાએથી અલગ-અલગ તારીખ અને સમયે કુલ ૧૭ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી કરીને પોલીસે તેની પાસેથી મોરબી જિલ્લામાં ૬, રાજકોટ શહેરમાં ૪, પાટણ જિલ્લામાં ૩, તથા બનાસકાંઠા જિલ્લાના ૪ આમ કુલ મળીને ૧૭ ગુનાઓ નોંધાયેલ છે તે ગુનામાં આરોપી હરીશભાઇ મોહનલાલ પુનીયા જાતે બિશ્નોઇ (૨૮) રહે. ચૈનપુરા ગામ પુનીયોકી ઢાણી તાલુકો ધોરીમન્ના જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળાને પકડીને તેની પાસેથી ૧૬ બાઇક જેની કિંમત ૬,૦૫,૦૦૦ નો મુદામાલ ચોરી કબજે કરલે છે. અને આ આરોપી તેમજ મુદામાલને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન ખાતે સોપી આપેલ છે.  આ કામગીરી પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ.ભોચીયા અને વી.એન.પરમાર તેમજ બળદેવભાઇ વાનાણી, કૌશીકભાઇ મણવર સહિતની ટીમે કરી હતી

ચોરી કરવા માટે શું હતું મોડસ ઓપરેન્ડી

રાજકોટ તથા મોરબી વિસ્તારમાં છેલ્લા છ-સાત વર્ષથી આ શખ્સ કામ કરતો હોય શહેરની ભૌગોલીક સ્થીતિથી વાકેફ હતો અને તેની આર્થીક સ્થિતિ ખુબ જ નબળી હતી તેમજ તે નશો કરવાની ટેવ વાળો હતો જેથી પોતાના વતનમાંથી બસમાં બેસી મોરબી, રાજકોટ, બનાસકાંઠા તથા પાટણ એમ અલગ-અલગ જિલ્લાઓમાં ભીડભાડ વાળી જગ્યાએ પાર્ક કરેલ બાઇકને રેકી કરી હેન્ડલ લોક કર્યા વગરના બાઇક હોય તેને પોતાની પાસે રહેલ ચાવીથી ખોલીને અથવા તો બાઈકમાં ભુલથી ચાવી રહી ગયેલ હોય તે બાઈકની ચોરી કરીને લઈ જતો હતો.




Latest News