મોરબીમાંથી મુળ મધ્યપ્રદેશના પરિવારની સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો
મોરબીના માળિયા ફાટક ઓવરબ્રીજ ઉપર ખરાબ રોડને લીધે વધુ એક અકસ્માત : ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીના માળિયા ફાટક ઓવરબ્રીજ ઉપર ખરાબ રોડને લીધે વધુ એક અકસ્માત : ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે લાખોના ખર્ચે માળીયા ફાટકે ઓવરબ્રિજ બનાવવામાં આવેલો છે.ઓવરબ્રિજના કામમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો હોય થોડા સમય પહેલાં ઓવરબ્રીજને બંધ રાખીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું છતાં પણ ઓવરબ્રીજના ઉપરના ભાગે રોડ ઉપર મસમોટા ગાબડા છે.જેના લીધે થોડા સમય પહેલાં પણ આધેડનું બાઇક સ્લીપ થઇ જતાં રાજકોટ લઇ જવાયા હતા. તે રીતે જ ગઇકાલે રાત્રે પણ મોરબીના માળીયા ફાટકે ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા બાઈક ચાલકને ખરાબ રસ્તાના લીધે ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાનને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીજ નજીક રહેતો ખેતાભાઇ ઘોઘાભાઈ માલકિયા નામનો ૩૫ વર્ષીય યુવાન ઓવરબ્રિજ ઉપરથી બાઈકમાં જતો હતો ત્યારે ખરાબ રસ્તાને લીધે ટ્રક ચાલકે તેને બાઇક સહિત હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા ખેતાભાઇને મોરબીની સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.
વાહન અકસ્માતમાં ઘવાયેલ ત્રણને રાજકોટ ખસેડાયા
મોરબીના નોકેન સિરામીક નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી રોશન કપિલદેવ ઠાકોર (૨૮), સચિન હરેરામ કુશ્વાહ (૧૭) અને અમરીશ રામધ્યાય કુશ્વાહ (૨૫) ને ઇજા થતા સામાકાંઠે સમર્પણ હોસ્પીટલે લઇ જવાયા હતા.જેમાંથી રોશન કપિલભાઇ ઠાકોર નામની વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોય તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઇ હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના વીસીપરા પાસે આવેલ રોહીદાસપરામાં રહેતા મયુર લાલજીભાઈ ચૌહાણ નામના ૨૯ વર્ષીય યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના જુના સાદુરકા પાસે આવેલ એવન સિમેન્ટ પાઇપ નામના ફેકટરીમાં રહીને મજૂરીકામ કરતા ગોખનભાઈ રામભાઈ મોરા (૩૭) અને ધનંજય લલીતભાઈ દાસ (૨૨) ને મારામારીના બનાવમાં ઈજા થતા તેમને પણ સારવાર માટે સિવિલમાં લવાયા હતા.