વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો મોરબીમાં શ્વાસ લેવામાં તકલીફ થતા પડી જવાથી વૃદ્ધનું અને ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં યુવાનનું મોત મોરબીમાં ચારિત્રની શંકા કરીને પત્નીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ મોરબીમાં બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર અગ્રણી ગ્રૂપને ત્યાં આઇટીના ધામા: જુદીજુદી 40 ટીમોમાં 250 અધિકારીઓએ દ્વારા સર્ચ ઓપરેશન મોટીબરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે બ્લડ ગ્રુપ ચેક કરવા કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા


SHARE













હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા

હળવદમાં આવેલ વિશ્વાપાર્ક સોસાયટી તેમજ સુસવાવ ગામની સીમમાં ઘરફોડ ચોરીની બે ઘટના બની હતી અને તેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને નોંધેયલ હતી જેથી કરીને આરોપીઓને પકડવા માટે પોલીસ તપાસ કરી રહી હતી અને તેવામાં પોલીસે બે આરોપીઓને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલ સોના અને ચાંદીના દાગીનામાંથી બનાવવામાં આવેલ ઢાળીયા કબ્જે લેવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં અને હળવદમાં આવેલ વિશ્વાપાર્ક સોસાયટીમાં જુદીજુદી બે ઘરફોડ ચોરીની ઘટનાઓ બની હતી જેની ફરિયાદ પણ જે તે સમયે હળવદમાં નોંધાયેલ હતી જેથી આરોપીને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી હતી તેવામાં ચોરીને અંજામ આપનાર શખ્સો હળવદ -માળીયા હાઇવે બાયપાસ ઉપર ઝૂંપડામાં રહેતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ચેક કર્યું હતું અને આરોપી સન્ની ગણેશભાઈ રાઠોડ અને પ્રવિણ ઉર્ફે સુખો રેમશભાઈ ઉર્ફે વિક્રમભાઈ રાઠોડ નામના બે શખ્સને પકડવામાં આવ્યા હતા અને હાલમાં હળવદ તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી 36.925 ગ્રામ સોનાનો ઢાળીયો તેમજ 85 ગ્રામ ચાંદીનો ઢાળીયો કબ્જે કરવામાં આવેલ છે અને આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




Latest News