મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પ્રદુષણના લીધે ખેતીને નુકસાન: કિસાન સંઘની રજૂઆત


SHARE













મોરબી જિલ્લામાં પ્રદુષણના લીધે ખેતીને નુકસાન: કિસાન સંઘની રજૂઆત

મોરબી જિલ્લામાં આવેલ કંપનીમાંથી પ્રદૂષણ ફેલાઇ છે જેથી કરીને ખેતી પાકને નુકસાન થાય  છે અને ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે છે જેથી કરીને મોરબી ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે અને પ્રદૂષણ ફેલાવતી કંપની સામે પગલાં લેવાની માંગ કરી છે.

મોરબી ભારતીય કિસા સંઘના હોદેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને જિલ્લા ઘણી કંપનીઓ દ્વારા ધુમાડા અને કેમિકલનો નિકાલ કરીને ખેતી, ખેડૂત અને ખેતરને નુકશાન કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતોએ આ બાબતે અનેક વખત રજૂઆત કરી છે પણ તેની રજૂઆતને ધ્યાને લેવમાં આવતી નથી અને કંપનીઓના લગતા વળગતા સાથે અધિકારીઓ બંધ બારણે બેઠક કરી લેતા હોય છે તેવું ચર્ચાઇ રહ્યું છે વધુમાં તેઓએ કહ્યું હતું કે, ટંકારાના હડમતીયા, બંગાવડી સહિતના ગામના ખેડૂતોએ મામલતદાર, કલેક્ટર, ખેતીવાડી શાખા, જીપીસીબીમાં રજૂઆત કરેલ છે પરંતુ ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. જેથી કરીને ખેડૂતોને રજૂઆતને ધ્યાને લઈને ખેડૂત તેમજ ખેતીને નુકશાન કરતાં કંપનીઓ વાળાની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે. 




Latest News