મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

હળવદના ખેતરડી અને મોરબીમાં દારૂની ત્રણ રેડ: 29 બોટલ દારૂ-બીયર સાથે ચાર પકડાયા, બેની શોધખોળ


SHARE



























હળવદના ખેતરડી અને મોરબીમાં દારૂની ત્રણ રેડ: 29 બોટલ દારૂ-બીયર સાથે ચાર પકડાયા, બેની શોધખોળ

હળવદ તાલુકાના ખેતરડી ગામે મકાનની પાછળના ભાગમાં આવેલ વાડામાં જાહેરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 24 બોટલો મળી આવી હતી જેથી 11,208 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને એક શખ્સને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા કાશીરામભાઈ દેકાવાડીયાના રહેણાંક મકાન પાછળ આવેલ વાડામાં દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 24 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 11,208 રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી કાશીરામ રણછોડભાઈ દેકાવાડીયા (38) રહે. ખેતરડી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂ તેણે કિશનભાઇ મેરાભાઈ દેકાવાડિયા રહે. ખેતરડી તાલુકો હળવદ વાળા પાસેથી લીધેલ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેને પકડવા તજવીજ શરૂ કરી છે

બોટલ દારૂ

મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ પાસે જાહેરમાં ગાડી લઈને પસાર થયેલા બે શખ્સને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને 696 ની કિંમતની દારૂની બોટલ સાથે નીતિનભાઈ માવજીભાઈ કૈલા (31) રહે. રવાપર રોડ સરદાર પટેલ સોસાયટી મોરબી અને રાકેશભાઈ વનમાળીદાસ અગ્રાવત (31) રહે. રવાપર ગામ મોરબી વાળાને પકડવામાં આવ્યા હતા અને તેની પાસેથી કુલ મળીને 2,00,696 ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલ સોહિલ ઉર્ફે સવો સલીમભાઈ મોવર રહે. પંચાસર રોડ ખ્વાજા પેલેસ સામે મોરબી વાળા પાસેથી લીધી હોવાનું સામે આવતા ત્રણેય સામે ગુનો નોંધાયો છે અને સોહીલ મોવરને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

4 બીયરના ટીન

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી નટરાજ ફાટક તરફ જતા રસ્તા ઉપરથી પસાર થતાં સ્કૂટર નંબર જીજે 36 એજી 7627 ને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે તેમાંથી બીયરના ચાર ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 400 રૂપિયાની કિંમતનો બીયર તથા 20,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 20,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચેતનભાઇ હર્ષદભાઈ જાંબુકિયા (23) રહે. જુના બસ સ્ટેશન પાસે ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News