મોરબીના મકનસર ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ઈજા પામેલ આધેડ રાજકોટ સારવારમાં
હળવદના કેદારીયા ગામે બે ભત્રીજાએ કાકાને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપીને માર માર્યો
SHARE
હળવદના કેદારીયા ગામે બે ભત્રીજાએ કાકાને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપીને માર માર્યો
હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા આધેડને તેના બે ભત્રીજા દ્વારા મકાન ખાલી કરી નાખવા માટે ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપીને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા આધેડ દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા બળદેવભાઈ દેવાભાઈ પોરડીયા (50) નામના આધેડે તેના બે ભત્રીજા અશ્વિનભાઈ રણછોડભાઈ પોરડીયા અને કાનજીભાઈ રણછોડભાઈ પોરડીયાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે બંને આરોપીઓએ તેને મકાન ખાલી કરી નાખવા માટે ધમકી આપી હતી અને ત્યાર બાદ કાનજી પોરીયાએ ફરિયાદીને ઢીકા પાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અશ્વિન પોરડીયાએ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના બે ભત્રીજા ની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
ગુનો નોંધાયો
મોરબીના મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગર પાછળ નકલંક પાર્ક સોસાયટીમાં મકાન ભાડે આપ્યું હતું જેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી કરીને આ અંગે મકાન માલિક જયેશભાઈ ધનજીભાઈ દારોદ્રા (34) રહે. નવા મકાનસર વાળા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.