હળવદના કેદારીયા ગામે બે ભત્રીજાએ કાકાને ઘર ખાલી કરી નાખવાની ધમકી આપીને માર માર્યો
ટંકારાના હરીપર (ભુ) ગામે અગાઉ થયેલ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં નિવેદન આપવા ગયેલા આધેડ ઉપર દાંતરડા વડે હુમલો
SHARE
ટંકારાના હરીપર (ભુ) ગામે અગાઉ થયેલ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં નિવેદન આપવા ગયેલા આધેડ ઉપર દાંતરડા વડે હુમલો
ટંકારા તાલુકાના હરીપર ભુત કોટડા ગામે રહેતા આધેડે અગાઉ થયેલ લેન્ડગ્રેડિંગની ફરિયાદમાં આરોપી વિરુદ્ધ નિવેદન આપ્યું હતું જે બાબતનો ખર રાખીને તેના ઉપર દાંતરડા વડે હુમલો કરીને ગાળો આપવામાં આવી હતી અને દાંતરડા વડે આધેડને છાતીના ભાગે પાંસળીમાં ઈજાકરી હતી જેથી તેને સારવાર માટે થઈ લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલ આધેડ દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના હરીપર ભુત કોટડા ગામે રહેતા જસમતભાઈ મકનભાઈ ભાગીયા (55) એ હાલમાં રસિકભાઈ વેલજીભાઈ ઢેઢી રહે હરીપર ભુત કોટડા વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણવ્યુ છે કે અગાઉ બે વર્ષ પહેલા મહાદેવભાઇ અરજણભાઈ ઢેઢી સાથે આરોપીને પ્લોટ બાબતે લેન્ડગ્રેબિંગનો કેસ થયો હતો અને તેમાં ફરિયાદી જસમતભાઈ મામલતદાર પાસે આરોપી વિરુદ્ધ નિવેદન લખાવવા ગયા હતા જે બાબતનો ખાર રાખીને આરોપીએ ફરિયાદી જસમતભાઈ ઉપર દાંતરડા જેવા હથિયારથી હુમલો કર્યો હતો અને છાતીના ભાગે દાતરડાનો ઘા મારીને પાંસળીમાં ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
બાઇક સ્લીપ
મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા વિજયસિંહ દાદુભા પરમાર (૩૭) બાઈક લઈને મોરબીના પીપળી રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.