મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ડેમો તેમજ નર્મદાની કેનાલોમાંથી ઉનાળુ પાક માટે પાણી આપવા મુખ્યમંત્રીને રજૂઆત મોરબી નહેરૂ ગેટ ચોક જીઇબી ઓફીસ પાસેનું પાણીનું પરબ છેલ્લા બે વર્ષથી બંધ હોય ચાલુ કરવા માંગ મોરબીમાં 22 માર્ચે યોજાશે પ્રથમ સૌરાષ્ટ્ર યંગ થિન્કર્સ મીટ, યુવાનોને મળશે વૈચારિક મંચ મોરબી જીલ્લાના પોકસોના કેસમાં આરોપીઓનો નિર્દોષ છોડયાનો હુકમ કરતી મોરબી સ્પેશ્યલ પોકસો કોર્ટ મોરબી-હળવદમાં દારૂની 6 રેડ: 450 લિટર આથો-204 લિટર દેશી દારૂ ઝડપાયો, અમુક જગ્યાએ સેમ્પલ લેવા જેવી કામગીરી ! મોરબીમાં અસમાજિક તત્વોએ કરેલ 3 મકાન સહિત કુલ 4 દબાણ તોડી પાડ્યા: 642 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ મોરબીમાં ચરિત્રની શંકા કરીને પરિણીતાને માર માર્યો: પતિ સહિત 3 સામે ફરિયાદ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી 800 મીટર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં દારૂની 6 રેડ: 450 લિટર આથો-204 લિટર દેશી દારૂ ઝડપાયો, અમુક જગ્યાએ સેમ્પલ લેવા જેવી કામગીરી !


SHARE













મોરબી-હળવદમાં દારૂની 6 રેડ: 450 લિટર આથો-204 લિટર દેશી દારૂ ઝડપાયો, અમુક જગ્યાએ સેમ્પલ લેવા જેવી કામગીરી !

મોરબી શહેર અને તાલુક તેમજ હળવદ તાલુકામાં જુદીજુદી 6 જગ્યાએ દેશી દારૂની રેડ કરી હતી ત્યારે કુલ મળીને 450 લિટર આથો અને 204 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત કેટલીક જગ્યાએથી દેશીદારૂના સેમ્પલ લેવા જેવી કામગીરી પણ મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવેલ છે.
 દેશી દારૂની ભઠ્ઠી
મોરબીમાં ત્રાજપર ચોરાવાડી શેરીમાં રહેતા વનીતાબેનના કબજા વાળા મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 60 લીટર આથો, 10 લિટર દેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે 3,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વનિતાબેન અશોકભાઈ વરાણીયા (45) રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

70 લિટર દેશી દારૂ
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા મુસ્કાનબેનના મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અલગ-અલગ બાચકામાંથી 70 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 14000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુસ્કાન અબ્બાસભાઈ કટિયા રહે. માળિયા વનાળીયા તેમજ દીપક કોળી રહે. ત્રાજપર મોરબી વાળા સામે ગુનો નોંધીને બંને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
150 લીટર આથો
હળવદ તાલુકાના નવા દેવળીયા તેમજ જુના દેવળીયા ગામના તળાવની વચ્ચેના ભાગમાં ચંદુભાઈની કબજા ભોગવટા વાળી જગ્યામાં બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 150 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 3,750 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય ચંદુભાઈ અમરશીભાઈ દુદાણા રહે. મોતીનગર જુના દેવળીયા તાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
200 લીટર આથો
મોરબીના એસપી રોડની પાછળ બોરીયા પાટી નજીક બાવળની કાટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર મળી આવેલ ન હોય હાલમાં સુરેશભાઈ ઉર્ફે સુડો લખમણભાઇ થરેસા રહે. વજેપર શેરી નં- 23 મોરબી તથા રાજભાઈ ઉર્ફે જીગલો ભીમજીભાઈ આદ્રેશાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી,
24 લિટર દેશી દારૂ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડના ગેટ પાસેથી બાઈક નંબર જીજે 3 એફજી 6476 લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી 24 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 4800 રૂપિયાની કિંમતનો દારૂ તથા 15 હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 19,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રવિભાઈ નટુભાઈ ગજર (45) રહે. ગ્રીનચોક પારેખ શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેણે આ દારૂનો જથ્થો શહેનાજબેન સાલેમામદભાઈ ભગાર રહે. રણછોડનગર મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે ગુનો નોંધાયો છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. 
100 લિટર દેશી દારૂ
મોરબીની પંચાસર ચોકડી પાસે મયુરભાઈ વાઘેલાના કબજા ભોગવટા વાળી ઓરડીની અંદર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 20,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મયુરભાઈ બટુકભાઈ વાઘેલા (39) રહે. વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી વાળાને પકડવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો દિલાવરસિંહ ઉર્ફે ગોપી ઝાલા રહે. મૂળ નસીતપર તાલુકો ટંકારા વાળો આપી ગયેલ છે અને અશોકસિંહ હનુભા ઝાલા રહે. મૂળ નસીતપર તાલુકો ટંકારા વાળાએ હાલમાં પકડાયેલા આરોપીને દારૂનું વેચાણ કરવા માટે થઈને મજૂરી કામે રાખેલ હોવાનું સામે આવ્યું હતું જેથી આ ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News