મોરબી સેસન્સ કોર્ટમાથી લેન્ડ ગ્રેબિંગના કેસના બે આરોપી થયા જામીન મુક્ત
મોરબી જીલ્લાના પાંચેય તાલુકામાં ભુકંપનો આંચકો, કોઇ નુકશાની નહીઃ કલેકટર
SHARE
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેથી કરીને આ મુદ્દે મોરબી જિલ્લાના કલેક્ટર સાથે વાત કરતા તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું છે અને તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પાંચ તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે હજુ સુધી કોઇ પણ જગ્યાએથી મોટી નુકસાનીના સમાચાર મળ્યા નથી
દિવાળીની મોડી સાંજે સૌરાષ્ટ્ર ગુજરાતના કેટલા જિલ્લા તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવ્યો છે અને તેનું એપિ સેન્ટર કચ્છ બાજુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાના પાંચ તાલુકા જેમાં મોરબી, ટંકારા વાંકાનેર, હળવદ અને માળીયા તાલુકાની અંદર પણ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે અને ઘણા બધા લોકો ભૂકંપ આવ્યો ત્યારે પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ બાબતે મોરબી જિલ્લાના કલેક્ટર જે.બી.પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના પાંચેય તાલુકાની અંદર ભૂકંપનો આંચકો અનુભવાયો છે જોકે મોરબી જિલ્લાના એક પણ તાલુકાની અંદર બહુ મોટી નુકશાની કોઈપણ પ્રકારની હોય તેવી માહિતી હજુ સુધી સામે આવી નથી અને બાજુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામની આસપાસના વિસ્તારમાં ભૂકંપના વધુ આંચકા અનુભવ્યા હોય તેવું લોકો કરી રહ્યા છે