મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સેસન્સ કોર્ટમાથી લેન્ડ ગ્રેબિંગના કેસના બે આરોપી થયા જામીન મુક્ત


SHARE









મોરબી સેસન્સ કોર્ટમાથી લેન્ડ ગ્રેબિંગના કેસના બે આરોપી થયા જામીન મુક્ત

મોરબીની સેસન્સ કોર્ટમા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ થયેલ આરોપીઓ મનુભાઈ બુટાભાઈ ટીંડાણી (કોળી) અને બુટાભાઈ રત્નાભાઈ ટીંડાણી (કોળી)ના જમીન માટે અરજી કરી હતી અને કોર્ટે તે બંનેના જામીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકા પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની મોરબી તાલુકા અને જાતી સમુદાયક ખેતી સહકારી મંડળીને કાયદેસર રીતે મળેલ મોરબી તાલુકાના ગીડચ ગામના સર્વે.નં . ૯૫/૨ ની હેકટ૨-૩-૮૪-૪૫ ચો.મી. વાળી સાંથણીની જમીનમાં આ કામના આરોપીઓએ અનઅધીકૃત રીતે ગે૨કાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી ફરીયાદીને જમીનમાં જવાનો કાયદેસરનો હકક હોય તેમ છતાં જમીનમાં જતા રોકી ખેતીકામ કરવા નહી આપી આ મંડળીની જમીનમાં આરોપીઓએ આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની મો૨બી તાલુકા પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પતીબંધ કાયદાની કલમ– ૩, ૪ (૩), ૫ (સી) મુજબ તથા એટ્રીસીટી એકટની કલમ– ૩ (૧), (જી), (એક) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામા આવેલી હતી આ આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીદોષ છે ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે અને આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી . પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ હતા ત્યારે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીય૨ ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર રોકાયેલા હતા .




Latest News