મોરબીના બગથળા ગામે નકલંક મંદિરે અન્નકૂટ દર્શન અને મહા આરતીનો ભક્તોએ લાભ લીધો
કેન્દ્ર અને રાજ્ય સરકાર મોરબી તથા રાજકોટ જિલ્લાના લોકોની આશા-અપેક્ષા પૂરી કરવા માટેના પ્રયત્નશીલ રહેશેઃ મોહનભાઇ કુંડારીયા
SHARE
કેન્દ્ર અને રાજ્ય સરકાર મોરબી તથા રાજકોટ જિલ્લાના લોકોની આશા-અપેક્ષા પૂરી કરવા માટેના પ્રયત્નશીલ રહેશેઃ મોહનભાઇ કુંડારીયા
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે સવારે સાંસદ મોહનભાઇ કુંડારીયા હાજર રહ્યા હતા અને ભાજપના જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો અને આગેવાનો તેમજ સિરામિક ઉદ્યોગકારોને તેઓએ નવા વર્ષની શુભકામના પાઠવી હતી અને આગામી વર્ષની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મોરબી તથા રાજકોટ જિલ્લાના લોકોની આશા-અપેક્ષા પૂરી કરવા માટેના તમામ પ્રયત્નો કરશે તેવી તેમણે લાગણી વ્યક્ત કરી હતી
આજે નૂતન વર્ષ નિમિત્તે લોકો એક મેકને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને આગામી વર્ષ લોકો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી સૌ કોઈ આશા અને અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જો વાત કરીએ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની તો તેઓ મોરબીમાં રહેતા હોય આજે મોરબી જિલ્લા ભાજપના કાર્યાલય ખાતે તેઓ સવારે હાજર રહ્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા સહિતના ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોએ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ મોહનભાઈ કુંડારીયા અને શુભેચ્છા પાઠવી હતી સામે મોહનભાઇએ પણ તમામને શુભકામનાઓ પાઠવી હતી
વધુમાં જણાવ્યું હતું કે દરેક વર્ષની શરૂઆત અપેક્ષાઓ સાથે થતી હોય છે ત્યારે આગામી વર્ષની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની તમામ આશાઓ અને અપેક્ષાઓ પૂરી કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેની લાગણી સાંસદ મોહનભાઇ કુંડારીયા વ્યક્ત કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષ દરમિયાન કોરોનાના કારણે જે પરિસ્થિતિ ઉભી થઈ હતી તે દરમિયાન પણ ભાજપના કાર્યકરો આગેવાનો સહિત નેતાઓ દ્વારા વધુમાં વધુ વ્યક્તિને વેક્સિનેશન થાય અને લોકો સુરક્ષિત બને તેના માટે કામગીરી કરવામાં આવી હતી આવી જ રીતે આગામી સમયમાં પણ લોકોની સેવા માટે થઈને ભાજપની ટીમ દ્વારા સતત કામ કરવામાં આવશે તેવી પણ તેમણે લાગણી વ્યક્ત કરે છે
વધુમાં જણાવ્યું હતું કે દરેક વર્ષની શરૂઆત અપેક્ષાઓ સાથે થતી હોય છે ત્યારે આગામી વર્ષની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની તમામ આશાઓ અને અપેક્ષાઓ પૂરી કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેની લાગણી સાંસદ મોહનભાઇ કુંડારીયા વ્યક્ત કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષ દરમિયાન કોરોનાના કારણે જે પરિસ્થિતિ ઉભી થઈ હતી તે દરમિયાન પણ ભાજપના કાર્યકરો આગેવાનો સહિત નેતાઓ દ્વારા વધુમાં વધુ વ્યક્તિને વેક્સિનેશન થાય અને લોકો સુરક્ષિત બને તેના માટે કામગીરી કરવામાં આવી હતી આવી જ રીતે આગામી સમયમાં પણ લોકોની સેવા માટે થઈને ભાજપની ટીમ દ્વારા સતત કામ કરવામાં આવશે તેવી પણ તેમણે લાગણી વ્યક્ત કરે છે.