મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્રારા દીવાળીની કરાઇ ઉજવણી


SHARE









ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પર મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્રારા દીવાળીની કરાઇ ઉજવણી

મોરબીની અગ્રણી એવી પી.જી પટેલ કોલેજ પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા ના માર્ગદર્શન અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની પ્રેરણાથી છેલ્લા ઘણા વર્ષોથી દીવાળીની ઉજવણી કરછ ખાતે આવેલ ભારત-પાકિસ્તાન સરહદ પરના જવાનો સાથે મીઠાઈ અને નમકીન વિતરણ કરીને વિશિષ્ટ રીતે ઉજવણી કરીને સમાજને નવો રાહ ચીંધે છે. આ વખતે પણ આ પરંપરા જાળવી રાખતા પી.જી.પટેલ કોલેજ દ્રારા દિવાળીના તહેવાર નિમિત્તે દિવાળીના દિવસે જ ભારત-પાકિસ્તાન કરછ સરહદે આપણા સૌની સુરક્ષા માટે દિવસ-રાત, વાર-તહેવાર જોયા વગર 24 કલાક તૈનાત રહેતા BSF અને Indian Army ના જવાનો વચ્ચે રૂબરૂ જઈ અંદાજે લગભગ 750 કિલો થી વધુ શુદ્ધ ધી ના અડદિયા અને નમકીનનુ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉજવણી નો મુખ્ય હેતુ તહેવાર દરમિયાન પોતાના પરિવારથી દુર ફરજ બજાવતા BSF ના જવાનોને પારીવારીક હૂંફ અને લાગણીઓ નો અહેસાસ થાય અને સમગ્ર દેશ એમની સાથે છે તેવી અનુભુતિ કરાવવાનો હતો.આ ઉજવણીમાં પી.જી.પટેલ કોલેજના આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ, દેવર્ષ ભટ્ટ કોલેજ સ્ટાફ ના જયેશ પીઠડીયા, હિતેન્દ્રસિહ જાડેજા, દીપ મણિયાર, કૃપેશ ભટ્ટ, નૈમીશ ભટ્ટ, ઉધોગપતિ ચંદ્રેશભાઈ રાવલ, પીયૂષ પટેલ, મયુર કકકડ, હીરેન કકકડ, સરકારી શિક્ષક વાગીશ જાની તથા કોલેજના વિર્ધાથીઓ અભી વિડજા, વિશાલ વધાડીયા, હર્ષ મહેતા, ખોડીદાસ વિડજા મિતુલ દેત્રોજા જોડાયા હતા.ઉપરોક્ત પ્રોજેક્ટ ને સફળ બનાવવા પિયુષ પટેલ , દિનેશ વિડજા , દલસુખભાઈ વિડજા સહિતના ઘણા ઉદ્યોપતિઓએ જેહમત ઉઠાવી હતી




Latest News