મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ઘરમાં ઉલ્ટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત


SHARE





























મોરબીના રવાપર ગામે ઘરમાં ઉલ્ટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત

મોરબીમાં રવાપર નજીક આવેલ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ ઘરે હતા ત્યારે માથામાં દુખાવો થતો હતો અને ઉલટી થવા લાગી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવેલ હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યારે તે બેભાન થઈ ગયા હોવાના કારણે તેને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરીમાં તુલસીપત્ર એપાર્ટમેન્ટ બ્લોક નંબર 101 માં રહેતા પ્રાણજીવનભાઈ લાલજીભાઈ સરડવા (59) પોતે પોતાના ઘરે હતા ત્યારે માથામાં દુખાવો થતો હતો અને ઉલટી થવા લાગી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા ત્યારે રસ્તામાં બેભાન થઈ જતા તે કશું બોલતા ન હોવાથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક ચોરી

વાંકાનેરમાં આવેલ ચંદ્રપુર નજીક પાણીના ટાંકા પાસે રહેતા રફીકભાઈ અબ્દુલભાઈ મોળ (38)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ચંદ્રપુર ગામે પાણીના ટાંકા પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એઇ 6251 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 60,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
















Latest News