મોરબીના રવાપર ગામે ઘરમાં ઉલ્ટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત
મોરબી જીલ્લામાં શ્રમિક-ભાડુઆતની માહિતી ન આપતા વધુ 6 સામે કાર્યવાહી
SHARE
મોરબી જીલ્લામાં શ્રમિક-ભાડુઆતની માહિતી ન આપતા વધુ 6 સામે કાર્યવાહી
મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરતાં બહારના શ્રમિકો તેમજ બહારના લોકોને ભાડે આપેલા મકાનની માહિતી પોલીસને ન આપવામાં આવી હોવાથી ગુના નોંધવામાં આવે છે તેવામાં વધુ 6 સામે ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.
મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર સર્વિસ રોડ પાસે આવેલ વસુધરા હોટલ અન્ય વ્યક્તિને ભાડે આપેલ હોય તે અંગેની જાણ પોલીસમાં કરવામાં આવી ન હતી જેથી હાલમાં અમુભાઈ નારાયણભાઈ બોરીચા (52) રહે. રોયલ પાર્ક વોરાબાગ પાસે મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નં-4 માં મકાન ભાડે આપેલ હોય તે અંગેની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી ન હતી જેથી ઝાલાભાઇ ભુરાભાઈ ભરવાડ (44) રહે. જીડબલ્યુઆઈએલ કેમ્પસ કંડલા બાયપાસ મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ આદર્શ સોસાયટીમાં મકાન ભાડે આપેલ હોય તેની જાણ પોલીસને કરવામાં આવી ન હતી જેથી બાબુભાઈ કુંવરજીભાઈ અબાસણીયા (49) રહે. વજેપર શેરી નં- 14 મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રોહિત સોલ્ટ ટ્રેડર્સ નામના કારખાનામાં કામ કરતાં મજૂરોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને મજૂરોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી હાલમાં કાનજીભાઈ ભુપતભાઈ રાઠોડ (39) રહે. ચોત્રા ફળી હળવદ વાળા સામે ગુનો નોંધાયો છે હળવદના કુંભારપરા વિસ્તારમાં મકાન ભાડે આપવામાં આવ્યું હતું અને તેની માહિતી પોલીસને આપી ન હતી અને ભાડુઆતના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી નિકુલભાઇ વેલજીભાઈ કુરિયા (25) રહે. કુંભારપરા હળવદ વાળા સામે ગુનો નોંધાયો છે. હળવદના ધરતીનગર વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં હરેશભાઈ વાલજીભાઈ પરમાર (40) રહે. સમલી રોડ નવા તળાવ પાસે ચરાડવા વાળા સામે ગુનો નોંધાયો છે