મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ વ્યાયામ શાળા પાસે અકસ્માતમાં યુવાનનું મોત, એક યુવાન સારવારમાં


SHARE













મોરબીના રેલ્વે સ્ટેશન રોડ વ્યાયામ શાળા પાસે અકસ્માતમાં યુવાનનું મોત, એક યુવાન સારવારમાં

મોરબીના વીસી ફાટકથી રેલ્વે સ્ટેશનના રસ્તે આવેલ વ્યાયામ શાળા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારી બાઈકને અકસ્માત નડતા એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો.બનાવની નોંધ કરીને એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર વીસી ફાટકથી રેલ્વે સ્ટેશન વચ્ચે આવેલ બજરંગ વ્યાયામ શાળા નજીક તા.૨૬ ના રોજ સાંજના સાતેક વાગ્યે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ગંભીર ઇજાઓ થવાથી બાદલભાઈ સુરેશભાઈ બારૈયા (૧૮) રહે.વીસીપરાને સિવિલને લઈ જવાયો હતો અને બાદમાં ક્રિષ્ના હોસ્પિટલમાં લઈ જવાતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન બાદલભાઇ બારૈયાનું મોત નીપજયુ હતું અને તેની સાથે રહેલા ગોપાલ અશોકભાઈ દલસાણીયા રહે.વીસીપરાને ઇજાઓ થતા સારવાર માટે લઇ જવાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

રણછોડનગરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબીના વીસીપરામાં આવેલ રણછોડનગર ભૂદેવ ડેરી પાસે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હોય બી ડિવિઝન પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલ સોહિલ જુમા સુમરા સંધિ (૨૦) રહે.વીસીપરા વિજયનગર સુમરા સોસાયટી, મનીષ પ્રવીણભાઈ ચાવડા રાજગોર બ્રાહ્મણ (૪૦) રહે.રણછોડનગર સાંઈબાબા મંદિર પાસે તથા પાર્થ ઉર્ફ ચિરાગ દિલીપભાઈ અસવાર રાજગોર બ્રાહ્મણ (૨૪) રહે.રણછોડનગર શેરી નંબર-૧ વીસીપરા વાળાઓ જાહેરમાં જુગાર રમતા મળી આવતા ચારેયની રોકડા રૂપિયા ૪૧૨૦ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના માળિયા ફાટક પાસે રહેતા પીન્ટુ કમાભાઈ દેવીપુજક નામના ૨૮ વર્ષીય યુવાનને પાડાપુલ નજીક સળિયા તથા ધોકા વડે મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતા ભરત બચુભાઈ કોળી નામના ૩૫ વર્ષના યુવાનને ગઈકાલ તા.૨૭ ના રાત્રી૧૧:૩૦ વાગ્યાના અરસામાં ઘર નજીક મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી સારવાર માટે ખસેડાયો હતો.ભોગ બનનારના જણાવ્યા પ્રમાણે ત્યાં રહેતા અન્ય વ્યક્તિ દ્વારા ગાળો કેમ બોલો છો.? તેમ કહીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.બંને બનાવો સંદર્ભે નોંધ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાય છે.






Latest News