માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના હડમતિયા ઉધોગપતિ પંકજ રાણસરીયાએ વૈકુંઠ રથ અર્પણ કર્યો


SHARE

















ટંકારા તાલુકાના હડમતિયા ઉધોગપતિ પંકજ રાણસરીયાએ વૈકુંઠ રથ અર્પણ કર્યો

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને "વૈકુંઠ રથ" અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં પહોંચવા માટે વૈકુંઠ રથ બનાવવાનો વિચાર આવ્યો હતો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના દુઃખમાં સહભાગી થવાના આશય સાથે આ અનોખો વૈકુંઠ રથ તૈયાર કર્યો છે. 

ટંકારા તાલુકાના હડમતિયા ગામનુ મુક્તિધામ એટલે  ઈન્દ્રલોકધામ સમું આકાર પામ્યું છે ત્યારે મુક્તિધામમાં ગામના જ મોરબીના ઉધોગપતિ રાણસરીયા કાંતિલાલ તરશીભાઈના પુત્રો પંકજભાઈ તેમજ સુમિતભાઈને વિચાર આવ્યો કે જીવતા જીવની તો અનેક સેવા થાય છે પરંતુ અંતિમયાત્રાની સેવા મહાન સેવા છે તેમ વિચારી પોતાના  દાદીમાં સ્વ. સવિતાબેન તરશીભાઈ રાણસરીયાના સ્મરણાર્થે માદરે વતન હડમતિયા મુક્તિધામને સ્ટેનલેસ સ્ટીલ દ્વારા બનાવેલ "વૈકુંઠ રથ" અર્પણ કરવામાં આવ્યો હતો. વૈકુંઠ રથ (સબ વાહિની રથ ) જેમાં કોઈપણ સમાજના પરિવારમાં મૃત્યું થયું હોય ત્યારે શબને આ વૈકુંઠ રથની સવારીમાં મુક્તિધામના મેઈન ગેઈટ સુધી આદર સાથે પહોંચાડવામાં આવશે ત્યારબાદ ગેઈટથી પોતાના વ્હાલા સ્વજનને કાંધ આપવામાં આવશે. આમ સમાજ સેવાના ભેખધારી સામાજિક કાર્યકર અને મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ કોરોનાની વિક્ટ પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે રાત-દિવસ એક કરીને ટિફિન સેવા તેમજ જરુર પડે ત્યાં આર્થિક મદદ પહોંચાડવામાં માનવતાને છાજે તેવું સમાજમાં તન,મન,ધનથી કચાસ રહેવા દીધી નથી ત્યારે આવા માનવતાના મસિહાની વતનપ પ્રત્યેની માનવતા ગ્રામજનોએ વધાવી હતી




Latest News