મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબીના બે યુવાન સાથે ટાઇલ્સ આપવાના નામે 5.49 લાખનું ફ્રોડ


SHARE









મોરબીના જૂદાજુદા વિસ્તારમાં આવેલ સિરામિક કારખાનામાંથી માલ ન મોકલવીને ઘણી વખત ફ્રોડ કરવામાં આવે છે તેવી રીતે હાલમાં મોરબીના વિસ્તારમાં રહેતા બે યુવાનો સાથે 5.49 હજારનું ફ્રોડ કરવામાં આવ્યું છે અને તેને જે સિરામિક ટ્રેડર્સ પાસેથી માલ લેવા માટે થઈને સોદો કર્યો હતો તેના દ્વારા માલ ન મોકલાવીને તેની પાસેથી રૂપિયા લેવામાં આવ્યા છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી જીલ્લા પોલીસ વડાને આ અંગે લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા સાઇબર ક્રાઇમ દ્વારા હાલમાં આ અંગેની આગળ રાબેતા મુજબની તપાસ શરુ કરવામાં આવેલ છે 

જાણવા મળતી માહિતી  મુજબ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સિરામિક સિટીમાં રહેતા સાનિતકુમાર દીક્ષિત (ઉમર 25) અને હરેશભાઈ ગોવિંદભાઈ બારૈયા (ઉમર 25)એ મોરબી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓએ મોરબીમા મોર્ડન ટાઇલ્સ નામે પેઢી ધરાવતા સની પટેલ સાથે ટાઈલ્સ લેવા માટે ચર્ચા થયા બાદ તેના કહ્યા મુજબ સમયાંતરે 5,49,183 તેના એકાઉન્ટ નંબર ટ્રાન્સફર કરી આપ્યા હતા જોકે રૂપિયા આપી દેવામાં આવ્યા હોવા છતાં પણ સની પટેલ દ્વારા તેઓને માલ મોકલવામાં આવ્યો ન હતો અને મોરબી વિસ્તારમાં આવેલ જુદી જુદી બે ફેકટરીમાં માલ લોડ કરવા માટે થઈને ટ્રક મોકલવામાં આવ્યા હતા જોકે ટ્રકની અંદર માલ ભરાઇ ગયો હોવા અંગેની માહિતી પણ ભોગ બનેલા બંને યુવાનોને સન્ની પટેલ દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ કોઈ કારણોસર ટ્રકમાં ભરેલા માલને કારખાનામાં પાછો ઉતારી લેવામાં આવ્યો હતો અને સાનિત દીક્ષિત અને હરેશભાઈ બારૈયાની સાથે 5,49,183 રૂપિયાનું ફ્રોડ સન્ની પટેલ નામના શખ્સ દ્વારા કરવામાં આવેલ છે 

 

જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી જિલ્લાના પોલીસ વડાને લેખિતમાં અરજી કરેલ છે જેના આધારે મોરબી જિલ્લાના સાઇબર ક્રાઇમ વિભાગ દ્વારા આ અંગેની તપાસ કરવામાં આવી રહી છે અને ભોગ બનેલા યુવકોએ સની પટેલના જે એકાઉન્ટ નંબરમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તેમજ જે નંબર ઉપરથી સની પટેલ સાથે વાત થતી હતી તે તમામ ડેટાને આપવામાં આવ્યો છે જેને આધારે પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની તપાસ શરુ કરવામાં આવેલ છે




Latest News