મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

રોડ રસ્તા ધોવાઈ ગયા, ધારાસભ્ય ખોવાઈ ગયા: મોરબી પાલિકાએ કલમ 45 ડી ના કામ, નંદીઘરના ખર્ચા અને આવસા યોજનાની માહિતી ન આપતા કોંગ્રેસની બઘડાટી


SHARE













રોડ રસ્તા ધોવાઈ ગયા, ધારાસભ્ય ખોવાઈ ગયા: મોરબી પાલિકાએ કલમ 45 ડી ના કામ, નંદીઘરના ખર્ચા અને આવસા યોજનાની માહિતી ન આપતા કોંગ્રેસની બઘડાટી

મોરબી નગરપાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે બેફામ ભ્રષ્ટાચાર થયો છે તેવા આક્ષેપ સાથે જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખની આગેવાની હેઠળ આજે કોંગ્રેસ દ્વારા પાલિકામાં હલ્લાબોલનો કાર્યક્રમ આપવામાં આવેલ હતી કેમ કે, છેલ્લા ચાર મહિનાથી પાલિકામાં અગાઉ થયેલા કલમ 45 ડી હેઠળના કામો, નંદીઘરમાં કરવામાં આવેલા ખર્ચા અને આવસા યોજનાના માહિતી માંગવામાં આવેલ છે જો કે, કોંગ્રેસને આ માહિતી પાલિકામાંથી આપવામાં આવતી નથી જેથી આજે “રોડ રસ્તા ધોવાઈ ગયા, ધારાસભ્ય ખોવાઈ ગયા” ના નારા સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પાલિકા કચેરીમાં રામધૂન બોલાવી હતી. જો કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા બઘડાટી બોલાવવામાં આવી હતી

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા લગભગ ચારેક મહિના પહેલા મોરબી નગરપાલિકામાં ભાજપની બોડી હતી ત્યારે કલમ 45 ડી હેઠળ કરવામાં આવેલા તમામ કામોની આંકડાકીય માહિતી અને વિગતો માંગવામાં આવી હતી પરંતુ આજ સુધી તેમને તે માહિતી આપવામાં આવી નથી તેવી જ રીતે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબીને ઢોર મુક્ત કરવાની વાતો કરીને ભાજપના પદાધિકારીઓ દ્વારા પંચાસર રોડ ઉપર નંદીઘર બનાવવામાં આવ્યું હતું તે નંદીઘરમાં જે તે સમયે રાખવામાં આવેલા અબોલજીવ તેમજ ત્યાં કરવામાં આવેલા ખર્ચાની તમામ વિગતો પાલિકા પાસેથી માંગવામાં આવી છે તેની સાથોસાથ મોરબીના બાયપાસ રોડ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે મકાનો વર્ષોથી બનાવવાની કામગીરી ચાલી રહી છે તે આજની તારીખે પણ બન્યા નથી. જેની પણ વિગતો માંગવામાં આવી હતી પરંતુ કમનસીબે ચાર મહિના જેટલો સમય થવા છતાં પણ કોંગ્રેસના આગેવાનોને પાલિકામાંથી આ માહિતી આપવામાં આવેલ નથી. જેથી આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચિખલિયાની આગેવાની હેઠળ કોંગ્રેસ દ્વારા પાલિકામાં બઘબાટી બોલાવવામાં આવી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું હતું કે, કલમ 45 ડી હેઠળ મોરબી પાલિકા વિસ્તારમાં તથા પાલિકામાં કરવામાં આવેલ કામની વિગતો સરકારી ચોપડે જે નોંધાયેલ છે તે માંગવામાં આવી છે તેમ છતાં પણ તેઓને કયા કારણોસર પાલિકાના ચીફ ઓફિસર કે વહીવટદાર દ્વારા આ માહિતી આપવામાં આવતી નથી તે સૌથી મોટો પ્રશ્ન છે અને ચોક્કસપણે કલમ 45 ડી હેઠળ થયેલા કામોમાં કાં તો ભ્રષ્ટાચાર થયેલ છે અથવા તો અધિકારી તેમાં ભાગીદાર છે એટ્લે જ તો તેઓને છાવરી રહ્યા છે અને સરકારી અધિકારી આ માહિતી આપતા નથી તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નંદી ઘરમાં કરવામાં આવેલા ખર્ચા તથા ત્યાં રાખવામાં આવેલા અબોલજીવની આંકડાકીય માહિતી કે જે નગરપાલિકા પાસે છે તે માંગવામાં આવી છે પરંતુ ચાર મહિના જેટલો સમય વિતવા છતાં પણ તેઓને માહિતી કેમ નથી આપતા ? શું નંદી ઘરમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે ? અને અધિકારીઓ પણ તેમાં ભાગીદાર છે ? આવો આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેની સાથોસાથ કોંગ્રેસના આગેવાનોએ આજે મોરબી નગરપાલિકાના લોબીમાં બેસીને “રોડ રસ્તા ધોવાઈ ગયા, ધારાસભ્ય ખોવાઈ ગયા” “હિસાબ આપો, હિસાબ આપો” સહિતના નારા લગાવ્યા હતા. તેમજ આગામી સમયમાં જુઓ કોંગ્રેસે માંગેલી માહિતી નગરપાલિકામાંથી નહીં આપવામાં આવે તો દિવાળી બાદ નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી વિચારવામાં આવી છે

આ તકે મોરબી શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ઉપરાંત મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા, મનોજભાઈ પનારા, જયેશભાઈ કાલરીયા, નયનભાઈ અઘારા, નેમિશભાઈ ગાંભવા, અલ્પેશભાઈ કોઠીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, વસીમભાઈ મંસૂરી, ચિરાગભાઈ રાચ્છ, ભાવિકભાઈ મૂછડિયા, સંદીપભાઈ કાલરીયા, ભાવેશભાઈ ભટ્ટ, દિનેશભાઈ સેરસિયા, રવજીભાઈમ બાબુભાઇ,  સહિતના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા






Latest News