ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી તલવાર-છરી સાથે પાંચ પકડાયા


SHARE







મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી તલવાર-છરી સાથે પાંચ પકડાયા

મોરબી નવા બસ સ્ટેશન પાસે બાપાસીતારામની મઢુલી પાસેથી તલવાર અને છરી જેવા હથિયાર લઈને નીકળેલા પાંચ શખ્સોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે બાપાસીતારામની મઢૂલી પાસેથી તલવાર અને છરી જેવા હત્યા લઈને પાંચ શખ્સો નીકળ્યા હતા જેથી કરીને તેને પકડવામાં આવ્યા હતા તેમાં ચિરાગ નિલેશભાઈ ગોસ્વામી (30) રહે. ન્યુ કુબેર શેરી નં-5 મોરબી, રહીમ ઇશાકભાઈ નોતીયાર (34) રહે. કુલીનગર-2 મોરબી, રફિક ઈશાભાઈ નોતીયાર (27) રહે. કુલીનગર-2 મોરબી, સીદીકભાઈ ગફુરભાઈ માણેક (27) રહે. વીસીપરા હુસેની ગેઇટ પાસે મોરબી અને અલ્તાફશા ગુલાબશા શાહમદાર (22) રહે. વીસીપરા મોરબી વાળાનો સમાવેશ થાય છે અને તેની સામે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News