હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂની 848 બોટલ ભરેલ સાત બેરલ કબજે, આરોપીની શોધખોળ


SHARE







મોરબીમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૂની 848 બોટલ ભરેલ સાત બેરલ કબજે, આરોપીની શોધખોળ

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર શેરી નં-5 પાસે આવેલ જલારામ મંદિરની પાછળના ભાગમાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે જુદા જુદા પ્લાસ્ટિકના સાત ડ્રમમાંથી દારૂની નાની મોટી 848 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા પ્લાસ્ટિકના ડ્રમ મળીને 2,57,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રાન્સપોર્ટ મારફતે દારૂનો જથ્થો મંગાવનાર તથા મોકલનાર સામે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમના ચંદુભાઈ કલોતરા, ઈશ્વરભાઈ કલોતરા, દશરથસિંહ પરમાર અને ભરતભાઈ જીલરીયાને મળેલ બાતમી આધારે મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર શેરી નં-5 પાસે જલારામ મંદિરની પાછળના ભાગમાં આવેલ લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્લાસ્ટિકના જુદા જુદા સાત બેરલમાંથી દારૂની નાની મોટી 848 બોટલો મળી આવી હતી જેથી કરીને 2.54 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 3500 ની કિંમતના પ્લાસ્ટિકના બેરલ આમ કુલ મળીને 2,57,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને ટ્રાન્સપોર્ટ મારફતે દારૂનો જથ્થો મંગાવનાર શખ્સ તથા માલ મોકલાવનારની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News