મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢ નજીકથી દારૂની નાની મોટી 489 બોટલો-252 બિયરના ટીન ભરેલ બોલેરો ઝડપાઇ: આરોપીઓની શોધખોળ


SHARE















હળવદના રણછોડગઢ નજીકથી દારૂની નાની મોટી 489 બોટલો-252 બિયરના ટીન ભરેલ બોલેરો ઝડપાઇ: આરોપીઓની શોધખોળ

હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પહેલા રોડ ઉપર એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બોલેરો પીકપ ગાડીમાંથી દારૂની નાની મોટી 489 બોટલો તેમજ 252 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી દારૂ બિયરનો જથ્થો તથા વાહન મળી 5,77,698 ની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામા આવ્યો હતો જો કે, વાહન ચાલાક પોતાનું વાહન મુકીને નાશી ગયેલ હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના રણછોડગઢ ગામ પહેલા રસ્તા ઉપર એલસીબીની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી ત્યારે બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 36 વી 0417 નો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાશી ગયો હતો જેથી પોલીસ દ્વારા તે વાહનને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની મોટી 489 બોટલો તેમજ બિયરના 252 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 2,77,698 રૂપિયાની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને ,77,698 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો પીકઅપ ગાડીના નંબર આધારે ગુનો નોંધીને તેના ચાલક અને માલિકને તેમજ દારૂ મોકલાવનાર અને મંગાવનાર સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News