મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો
Breaking news
Morbi Today

મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિએશન દ્રારા  સ્નેહ મિલન કાર્યક્રમમા નવા વર્ષની શુભેચ્છાઓ અભિનંદનની વર્ષા


SHARE



























મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિએશન દ્રારા  સ્નેહ મિલન કાર્યક્રમમા નવા વર્ષની શુભેચ્છાઓ અભિનંદનની વર્ષા

મોરબી વકીલમંડળના પ્રમુખ દીલીપભાઈ અગેચણીયાની આગેવાની હેઠળ યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમા ન્યાયધીશો સહિત સિનિયર જુનિયર ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી હતી.

મોરબી ડિસ્ટ્રિકટ બાર એશોસિયેશનના પ્રેસિડેન્ટ દીલીપભાઈ અગેચણીયા અને તેમની ટીમ દ્રારા નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા બાર એશોસિએશન રૂમમા સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમા ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ મહિડાસાહેબ તેમજ પ્રિન્સિપાલ  ફેમિલી જજ વાનાણી સાહેબ, સેશન્સ જજ પંડયા સાહેબ તથા પ્રિન્સીપાલ સિનિયર સીવીલ જજ ઈજનેર સાહેબ તેમજ કાનુની સેવા સતામંડળના જજ પારેખસાહેબ, એડિશનલ ચિફ જજ ખાનસાહેબ- ચંદનાણી સાહેબ તેમજ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ જજ જાડેજાસાહેબ તથા સ્વામીસાહેબ અને સરકારી વકીલ વિજયભાઇ જાની તથા સંજયભાઇ દવે તથા સિંધસાહેબ સહિત સિનિયર અને જુનિયર ધારાશાસ્ત્રીઓએ હાજરી આપી અને તમામ ન્યાયધીશોએ ધારાશાસ્ત્રીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.આ કાર્યક્રમમા મોરબી બાર એશોસિયેશનના પ્રમુખ દિલિપભાઈ અગેચણીયા તથા ઉપપ્રમુખ તેજસભાઈ દોશી તથા જોઈન્ટ સેક્રેટરી ઉદયસિંહ જાડેજા તથા કારોબારી સભ્ય બ્રિજરાજસિંહ સહિતનાઓએ ન્યાયધીશોને અરસપરસ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા.






Latest News