મોરબી નજીકથી દારૂ ભરેલ ઇનોવા ગાડી સાથે મહિલા બુટલેગર સહિત બે પકડાયા: 4 લાખનો મુદામાલ કબજે આડા સબંધની અસર: મોરબીમાં પ્રેમીકાને પામવા માટે પત્નીની હત્યા કરનારા પતિ-પ્રેમિકાની ધરપકડ, મહિલા આરોપી જેલ હવાલે મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી જેલ હવાલે હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 259 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય મોરબીમાં ૩૧ ડિસેમ્બરના પીસી-પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠિકરીયાળા ગામના પાટીયા પાસે લક્ઝરી બસના રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક યુવાનનું મોત: ત્રણને ઇજા


SHARE













વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠિકરીયાળા ગામના પાટીયા પાસે લક્ઝરી બસના રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલક યુવાનનું મોત: ત્રણને ઇજા

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઠિકરીયાળા ગામના પાટીયા પાસેથી સીએનજી રીક્ષા પસાર થતી હતી ત્યારે સીએનજી રીક્ષા ને લક્ઝરી બસના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં સીએનજી રીક્ષાના ચાલકનું મોત નીપજ્યું હતું જો કે રિક્ષામાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને નાના મોટી ઈજા થતા તેને સારવાર માટે લઈ ગયા હતા અને લક્ઝરી બસના ચાલકે સ્કોર્પિયો ગાડીને પણ હડફેટ લીધી હતી ત્યારબાદ સ્કોર્પિયો ગાડી અને લક્ઝરી બસ પોલીસ ચોકી પાસેથી સરકી જતા બંને વાહનોમાં નુકસાન થયું હતું અને વાહન ચાલકો અકસ્માત બાદ પોતાના વાહન લઇને સ્થળ ઉપરથી નાસી ગયા છે જેથી કરીને હાલમાં ઇજાગ્રસ્ત ની ફરિયાદ લઈને પોલીસે લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જગદંબા ધાર રેલ્વે સ્ટેશન પાછળ શેરી નંબર ત્રણ માં રહેતા મહાદેવભાઇ ગોવિંદભાઈ સરવૈયા (36)એ મહાસાગર ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર જીજે 3 બીટી 9033 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમા તેમણે જણાવ્યું છે કે વાંકાનેર બાઉન્ડ્રીથી ઠિકરીયાળા ગામના પાટીયા વચ્ચેના ભાગમાં લક્ઝરી બસના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ત્યાં સીએનજી રીક્ષા નંબર જીજે 13 એવી 7148 ને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માત નો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં રીક્ષા ચાલક જયેશ ગોવિંદભાઈ સરવૈયાને રોડ ઉપર નીચે પાડીને ઢસડતા ઢસડતા આગળ લઈ જતા લક્ઝરી બસના વ્હીલ નીચે કચડાઈ જવાના કારણે તેનુ મોત નીપજ્યું હતું અને રીક્ષામાં બેઠેલા સાહેદો પૈકી અશ્વિનભાઈ ને પગમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને અન્ય બે વ્યક્તિઓને પણ નાના મોટી ઈજા થઈ હતી આ અકસ્માત બાદ લક્ઝરી બસના ચાલકે કાળા કલરની સ્કોર્પીયો ગાડી નંબર જીજે 12 એફસી 3618 ને હડફેટે લીધી હતી અને લક્ઝરી બસ તથા સ્કોર્પિયો ગાડી ત્યાં રોડ સાઈડમાં આવેલ પોલીસ ચોકી તરફ સરકી જતા બંને વાહનોમાં નુકસાની થઈ હતી અને અકસ્માતના બનાવ બાદ બંને વાહન ચાલકો પોતાના વાહન લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને લક્ઝરી બસના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News