મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે 16 રોડના કામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું
SHARE
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે 16 રોડના કામનું ખાતમહૂર્ત કરવામાં આવ્યું
મોરબીમાં આલાપ રોડ પાસે અને નહેરૂગેટ ચોકમાં શનિવારે પાલિકા દ્વારા ખાતમુહૂર્તના જુદાજુદા બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે કુલ મળીને 16 રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, ભાજપના આગેવાન જયંતીભાઈ પટેલ, મેઘરાજસિંહ ઝાલા, ગિરિરાજસિંહ ઝાલા, સુરેશભાઇ સીરોહિયા, આશીફ્ભઈ ઘાંચી, અલ્પાબેન કક્ક્ડ, સીમાબેન સોલંકી, પ્રફુલભાઇ આડેસરા સહિતના પાલિકામાં માજી સભ્યો તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા તે ઉપરાંત પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા સહિતનો સ્ટાફ અને વેપારીઓ પણ હાજર રહ્યા હતા હાલમાં જે રોડના કામનું ખાતમુહૂર્ત થયેલ છે તેમાં કલેકટર બંગલાથી સ્ટેશન રોડ, દરબારગઢથી જુના બસ સ્ટેન્ડ, જેલ ચોકથી મચ્છુમાં મંદિર, શ્રીકુંજ ચોકડીથી નવલખી બાયપાસ, જુના બસ સ્ટેન્ડ સર્કલથી સ્ટેશન રોડ, નટરાજ ફાટકથી પરશુરામ પોટરી, નટરાજ ફાટકથી એલ.ઈ. કોલેજ, ત્રિકોણબાગથી કલેકટર બંગલા સુધી, કુબેર સિનેમાથી શોભેશ્વર મંદિર, રવાપર રોડ વાઘપરાના નાલાથી જેલ રોડ પોલીસ સ્ટેશન અને તે ઉપરાંત બીજા 6 રોડનો સમાવેશ થાય છે. આ રોડ સારી ગુણવતાના બને તેના માટે ધારાસભ્યએ કોન્ટ્રાકટરને લોકોની હાજરીમાં જ ટકોર કરી હતી અને જો નબળી કામગીરી હોય તો લોકોને કામ રોકવા અને તેઓને જાણ કરવા માટે આહ્વાન કર્યું હતું