હળવદના જુના દેવળીયા ગામે આર્થિક સંકણામણથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ આધેડ સારવારમાં
SHARE
હળવદના જુના દેવળીયા ગામે આર્થિક સંકણામણથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ આધેડ સારવારમાં
હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા આધેડે આર્થિક સંકણામણથી કંટાળીને વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસને હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા ગણપતભાઈ ડાયાભાઈ સુરેલા (55) નામના આધેડે અમરશીભાઈ દેવજીભાઈ પટેલની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી તેઓની પાસેથી મળેલ માહિતી મુજબ આર્થિક સંકણામણથી કંટાળીને આધેડે આ પગલું ભરેલ છે. આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી આ બનાવની ત્યાં જાણ કરવામાં આવી છે
સાપ કરડી ગયો
માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા ઘનશ્યામભાઈ ત્રિભોવનભાઈ સરડવા (45)ને વાડી વિસ્તારમાં હતા ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોય માળિયા પોલીસને જાણ કરવામાં આવી છે.