મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધમકી મળ્યા ખાણ ખનીજ વિભાગ દોડતો !: વાંકાનેરના લૂણસર પાસેથી એક્સકેવેટર મશીન કબજે કર્યું


SHARE













ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધમકી મળ્યા ખાણ ખનીજ વિભાગ દોડતો !: વાંકાનેરના લૂણસર પાસેથી એક્સકેવેટર મશીન કબજે કર્યું

મોરબી જિલ્લા ખાણખનિજ વિભાગની ટીમે ધોળાકુવા વિસ્તારમાં રેડ કરી હતી ત્યારે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા ગેરકાયદે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એક્સકેવેટર મશીન કબજે કર્યું હતું અને તેના બે સંચાલક પાસેથી દંડ વસૂલ કરવા માટેની કવાયત હાથ ધરી છે

વાંકાનેર તાલુકાનાં ધોળાકુવા વિસ્તારમાંગેસકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીએ ત્યાં જઈને ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેણે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે અંગેની તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાયેલ છે અને ત્યાર બાદ મોરબી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચના મુજબ ખનીજચોરી અટકાયત માટે તે વિસ્તારની ટિમ ત્યાં પહોચી હતી ત્યારે ધોળાકુવા વિસ્તારમાં SANY કંપનીનું એક્સકેવેટર મશીન નંબર જેના નં. 20SE21A0100661 ને સેન્ડ સ્ટોન ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ખોદકામ કરાવનાર ઈસમની તપાસ કરતાં એક્સકેવેટર મશીનનાં બે સંચાલક રમેશભાઈ જાલાભાઈ ગમારા રહે. લુણસર અને ગોપાલભાઈ ગેલાભાઇ ધ્રાંગીયા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મશીનને ગેરકાયદે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા બદલ  સ્થળ ઉપરથી સીઝ કર્યું હતું અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને નિયમોનુસારની કાર્યવાહી કરીને દંડ વસૂલવા માટેનું કામ કરવામાં આવ્યું છે.






Latest News