મોરબીમાં મહાજન ચોકથી ચિત્રકૂટ ટોકીઝ રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો
SHARE
મોરબીમાં મહાજન ચોકથી ચિત્રકૂટ ટોકીઝ રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો
મોરબી નગરપાલિકા દ્વારા મનોરંજન કર ગ્રાન્ટમાંથી મહાજન ચોક- ચિત્રકૂટ ટૉકીઝ- અમૂલ પાર્લર- સુપર ટોકીઝ સુધી નવો સી.સી. રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેથી આ સમગ્ર માર્ગ પરના વાહનવ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવું જરૂરી જણાય છે.
તેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, મોરબી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૩૩ (૧) અનુસાર તેમણે મળેલી સતાની રૂએ સ્ટેપ બાય સ્ટેપ રોટેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી માટે મહાજન ચોક- ચિત્રકૂટ ટોકીઝ પરથી વાહનોની અવર જવર કરવા પર આગામી તા. ૧૦/૧/૨૦૨૫ સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર મહાજન ચોક- ચિત્રકૂટ ટોકીઝ- અમુલ પાર્લર રોડ પર જતા વાહન વ્યવહારને મહાજન ચોક- નવયુગ ગારમેન્ટસ- મહેંદ્રપરા મેઇન રોડ- તેની પેટા શેરીઓ અને અન્ય માર્ગનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષને પાત્ર બનશે.
માળીયા(મીં) આઇ.ટી.આઇ. ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. 16 ના રોજ સવારે 11:00 કલાકે માળીયા(મીં)માં પીપળીયા ચોકડી પાસે આવેલ આઇ.ટી.આઇ. ખાતે માળીયા(મીં) તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ત્યારે ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે રાખીને તેના ખર્ચે હાજર રહેવાનુ છે.