મોરબીમાં મહાજન ચોકથી ચિત્રકૂટ ટોકીઝ રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો
મોરબીમાં રોડ ઉપરના દબાણોની સામે આંખ આડા કાન કરીને વાહન ચાલકો સામે રોફ જમાવતા ટ્રાફિક પોલીસ સામે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
SHARE
મોરબીમાં રોડ ઉપરના દબાણોની સામે આંખ આડા કાન કરીને વાહન ચાલકો સામે રોફ જમાવતા ટ્રાફિક પોલીસ સામે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગ
મોરબી શહેર અને જીલ્લામાં પોલીસ તંત્ર માત્રને માત્ર ચુંટાયેલા લોકો તથા લુખ્ખા તત્વોને છાવરી રહી છે. અને દિવસેને દિવસે ખુલ્લેઆમ દારૂની વેચાણ, નશાકારક પદાર્થોની વેચાણ તથા વ્યાજખોરીનું પ્રમાણ વધી રહયું છે. આટલુ જ નહીં રોડ રસ્તા ઉપર દબાણો પણ વધી રહ્યા છે તેની સામે આંખ આડા કાન કરવામાં આવે છે અને તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો કે, મોરબીમાં ટ્રાફિક જવાન આમ જનતા ઉપર રોફ જમાવી લોકોને ધમકાવે છે તેવો આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે અને તેની સામે પગલાં લેવા માટે એસપીને રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ એસપીને જે રજુઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગયેલ છે. અને પોલીસ તંત્ર માત્રને માત્ર ચુંટાયેલા લોકો તથા લુખ્ખા તત્વોને છાવરી રહી છે. અને રોડ ઉપર થયેલા તેમજ દિવસેને દિવસે થઈ રહેલા દબાણોની સામે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે આટલું જ નહીં ખુલ્લેઆમ દારૂ તેમજ નશાકારક પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે અને વ્યાજખોરીનું પ્રમાણ વધી રહયું છે. તેની સામે કોઈ નક્કર અને અસરકારક કામગીરી કરવામાં આવતી નથી.
વધુમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં ફરજ બજાવતા અમુક ટ્રાફીક પોલીસ જવાન સામાન્ય લોકોને હેરાન-પરેશાન કરી રહ્યા છે. અને ટ્રાફીક પોલીસ દ્વારા ઉપાડવામાં આવેલ વાહન લેવા જતા લોકો સાથે ગેરવર્તણુંક કરવામાં આવે છે. સામાન્ય લોકો જે દિવસના ૩૦૦ થી ૫૦૦ રૂપિયાની આવક મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહયા છે તેની પાસેથી મનફાવે તે રીતે ઉઘરાણા કરવામાં આવે છે. જેથી નાના માણસોને હેરાન કરતાં ટ્રાફીક પોલીસને કાયદાનું ભાન કરાવવા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ છે.
તેમજ મોરબી શહેરમાં અમુક વિસ્તારોમાં સામાન્ય લોકોને પાર્કિંગ કરવા માટે પાર્કિંગની જગ્યાએ જાય તો ત્યાં લારી અને ગલ્લાના દબાણ છે તેને ટ્રાફિક પોલીસ દૂર કરાવતી અને અને દિવસેને દિવસે તેને પ્રોત્સાહન મળી રહ્યું છે અને રોડ ઉપર ગેરકાયદે નાસ્તાની લારીઓ સહિતના દબાણો કરવામાં આવે છે આટલું જ નહીં લારી વાળા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી કરીને દુકાનદારો પણ તેની દુકાનોની બહારના ભાગમાં તેનો માલ સમાન રાખીને લોકો વાહન પાર્ક ન કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરે છે જે ટ્રાફિક પોલીસને કેમ દેખાતું નથી ? માટે ટ્રાફિક પોલીસની સામે કાર્યવાહી કરવાની સાથોસાથ ટ્રાફિકમાં નડતરરૂપ તમામ દબાણોને પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે.