મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના તાલુકાના ચકચારી અપહરણ-પોક્સોના ગુનાના આરોપીના જામીન મંજુર


SHARE









મોરબીના તાલુકાના ચકચારી અપહરણ-પોક્સોના ગુનાના આરોપીના જામીન મંજુર

મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા મોરબી તાલુકાના અપહરણ તથા પોકસોના ગુનાના ગુનામાં પકડાયેલા આરોપીના વકીલ મારફતે જામીન માટે અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કર્યો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ આપી હતી કે, તેની સગીર વયની દીકરીનું અપહરણ કરીને લઈ ગયા હતા અને આ ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી. જેમાં આરોપી વતી મોરબીના યુવા એડવોકેટ દેવ કે. જોષી મારફત મોરબી કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે બચાવ પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખીને તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે  મોરબીના એડવોકેટ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવ કે. જોષી, શહેનાઝબેન સુમરા, લેખરાજ ગઢવી રોકાયા હતા.




Latest News