વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

ભારતીય ચુંટણી પંચ દ્વારા આગામી તા. ૦૧/૦૧/૨૦૨૫ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી સંદર્ભે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.


મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે આગામી તા.૧૭/૧૧/૨૦૨૪ (રવિવાર), તા.૨૩/૧૧/૨૦૨૪ (શનિવાર), તા.૨૪/૧૧/૨૦૨૪ (રવિવાર) ના રોજ Special Campaign Day જાહેર કરવામાં આવ્યા છે. આ દિવસો દરમિયાન મતદાન મથકના સ્થળે બી.એલ.ઓ.શ્રી સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી હાજર રહેવાના છે જેથી આપના વિસ્તારના સબંધિત મતદાન મથકનો સંપર્ક કરી મતદારયાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ-૬, મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ-૭ અને મતદારકાર્ડમાં સુધારા અને સ્થળાંતર માટે ફોર્મ-૮ ભરવાનું રહેશે.

જે લોકોને બુથ પર ન જવું હોય તે લોકો NVSP (વેબસાઇટ), VHA( એપ્લીકેશન)નો ઉપયોગ કરી પોતાના હક્ક-દાવા રજુ કરી શકે છે. અને આ બાબતે કોઇ મુશ્કેલી જણાય તો જિલ્લા કક્ષાએ ચાલતા ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ પર ફોન કરી પોતાની દુવિધાનો ઉકેલ મેળવી શકશે.મોરબી જિલ્લાની તંદુરસ્ત મતદારયાદી તૈયાર થાય તે માટે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાએ બહોળા પ્રમાણમાં લાભ લેવા મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે




Latest News