મોરબી શહેરના જુદાજુદા બે વિસ્તારમાં દારૂની રેડ: 55 બોટલ દારૂ સાથે બે પકડ્યા, ત્રણની શોધખોળ
SHARE
મોરબી શહેરના જુદાજુદા બે વિસ્તારમાં દારૂની રેડ: 55 બોટલ દારૂ સાથે બે પકડ્યા, ત્રણની શોધખોળ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલા ગણેશનગર સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરે દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 50 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 16,400 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ઘરધણીની ધરપકડ કરી હતી જોકે, અન્ય બે શખ્સોના નામ સામે આવ્યા હોય કુલ ત્રણ શખ્સની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતા અહેમદ વડાવરીયાના રહેણાક મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરની અંદરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 50 બોટલો મળી આવી હોય પોલીસે 16,400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અહેમદ મહમદભાઈ વડાવરીયા (42) રહે. ગણેશનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં મકબુલ હનીફભાઈ ચાનિયા રહે. કાલિકા પ્લોટ મોરબી તથા સાહિલ સીદીકભાઈ ચાનિયા રહે કબીર ટેકરી મોરબી વાળાના નામ સામે આવ્યા હોય પોલીસે ત્રણેય સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સાયન્ટિફિકના નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1500 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ધર્મેશ સુરેશભાઈ મહેતા (51) રહે આલાપ રોડ નવરંગ પાર્ક રાજપાન ઉપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂની આ બોટલો તેને અહેમદ મહમદભાઈ વડાવરીયા પાસેથી લીધી હોવાનું સામે આવતા પોલીસે બંને શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે અને આ ગુનામાં અહેમદ વડાવરીયાને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ
હળવદના દૂધમલિયા હનુમાનજી મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી કૌશિક પ્રવીણભાઈ ગોસ્વામી (31) રહે. સિધ્ધનાથ સોસાયટી હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાર્યવાહી કરેલ છે