ટંકારા પાલિકાની વોર્ડની રચના, સીમાંકન, બેઠક ફાળવણીનો પ્રાથમિક આદેશ રદ
મોરબીમાં ફાઇનાન્સની ઓફિસ થયેલ રોકડા 7 લાખની ચોરીના ગુનામાં બે કર્મચારી સહિત ચારની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
SHARE
મોરબીમાં ફાઇનાન્સની ઓફિસ થયેલ રોકડા 7 લાખની ચોરીના ગુનામાં બે કર્મચારી સહિત ચારની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
મોરબીના સનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં માઇક્રો ફાઇનાન્સ પ્રા. લિ. નામની ઓફિસના શટરના તાળાં ખોલીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઓફિસમાં પ્રવેશ કરીને તિજોરીના લોક ખોલીને તેમાંથી રોકડા 7,01,500 ની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને આ પેઢીના બે કર્મચારી સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ રોકડ ઉપરાંત મોબાઈલ અને બાઇક મળીને 8,01,500 નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરી છે.
મૂળ પડધરી તાલુકાના ખોખરી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના નાનીવાવડી રોડ ઉપર ભૂમિ ટાવરની પાછળના ભાગમાં કબીર પાર્કમાં રહેતા જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (36)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં લાઇટ માઈક્રો ફાઇનાન્સ પ્રા.લિ. નામની તેમની ઓફીસ આવેલ છે અને તેના શટરના તાળા ખોલીને ઓફિસની અંદર પ્રવેશ કરી તિજોરીમાં રાખવામાં આવેલ રોકડા 7,01,500 ની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા તેમજ એલસીબીની ટિમ આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ કરી રહી હતી.
મોરબીમાં ઓફિસમાં કરવામાં ચોરીના ગુનાનો ભેદ ઉકેવા માટે પોલીસ તપાસ કરી રહી હતી તેવામાં સ્ટાફની પૂછપરછમાં એવી માહિતી સામે આવી હતી કે, ચોરી કરવામાં આવી તે દિવસે તિજોરીમાં 7,0,1,500 મૂક્યા હતા અને ઓફીસના સીસીટીવી કેમેરા ચેક કરતા તા. 15 ના રોજ રાત્રીના 10:30 કલાકે એક વ્યક્તિ મોઢે રૂમાલ અને ટોપી પહેરી ઓફિસમાં શટર ખોલીને આવે છે અને ત્યાર બાદ તિજોરીને ખોલીને તેમાંથી રૂપિયા લઈને જાય છે તેવું જોવા મળ્યું હતું. દરમિયાન એલસીબીની ટીમે નવલખી રોડ પર રેલ્વે રેલ્વે સ્ટેશન પાસેથી શંકાસ્પદ ડબલ સવારી બાઇક નિકળ્યું હતું જે બાઇક ઉપર જઇ રહેલા બે શખ્સને ચેક કરતા તેની પાસેથી રોકડ રૂપિયા, મોબાઈલ અને પાંચ ચાવી મળી હતી.
જેથી પોલીસે આ બંને શખ્સની આગવી ઢબે પૂછપરછ કરી હતી. જેથી તે બંનેએ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય બે ઇસમો પણ ત્યાં જ ઉભા હોવાની કબુલાત આપતા ચારેય શખ્સને પકડવામાં આવ્યા હતા જેમાં મયુરભાઈ ઈશ્વરભાઈ કોટવાલ (24) અને વરૂણભાઈ મનસુખભાઈ ડોડીયા (21) રહે. બંને દરબાર ગઢ પાસે નાગનાથ શેરી મોરબી તેમજ જયભાઈ ઉર્ફે શની પ્રવીણભાઈ સોલંકી (24) રહે. મહેન્દ્રનગર અને અભિષેકભાઈ કિશોરભાઈ દેવમુરારી (22) રહે. દરબાર ગઢ પાસે નાગનાથ શેરી મોરબી વાળની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રોકડ 7,0,1,500, ચાર મોબાઈલ, એક બાઇક, પાંચ ચાવી વિગેરે મળીને 8,01,500 નો મુદામાલ કબજે કરેલ છે અને વધુમાં પોલીસે જણાવ્યુ હતું કે, જે ચાર આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં જયભાઈ સોલંકી અને અભિષેકભાઈ દેવમુરારી બંને લાઈટ માઈક્રો ફાઈનાન્સમાં નોકરી કરતા હતા અને તેને જ ઓફિસની ડુપ્લિકેટ ચાવી અને તિજોરીમાં રાખવામા આવેલ રોકડની માહિતી મયુર કોટવાલ અને વરુણ ડોડીયાને આપી હતી જેથી પોલીસે હવે આરોપીઓના રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરી છે.