ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન મોરબીના ભરતનગર પાસે ડબલ સવારી બાઇકને ટ્રેલર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત, એકને ઇજા મારું વૃક્ષ, મારું ગૌરવ: હળવદના જુના અમરાપર ગામની શાળાનું નવતર અભિયાન મોરબીના ખાનપર ગામે આવેલ શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી જિલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી માટેની પરીક્ષાની મોક ટેસ્ટ-૨ યોજાઇ મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત


SHARE















મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુર સીટી વિવેકાનંદનગર ખાતે રહેતા અને હાલમાં મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલો હોમ ડેકોટ સેનેટરી કોમ્પ્લેક્સના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પ્રશાંતકુમાર રતનલાલ યાદવ (27) નામના યુવાને લેબર ક્વાર્ટરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના બોડીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે

વૃદ્ધનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ધરમજીભાઇ વીરજીભાઇ દારા (70) નામના વૃદ્ધને બીમારી હોવાથી સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News