મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત
ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો
SHARE








ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો
પાવર ગ્રીડ કંપની પૂરતું અને પહેલા વળતર ન આપે ત્યાં સુધી ખેતરમાં પગ નહિ મૂકવા દઈએ: મોરબી જીલ્લામાં ખેડૂતો-કોંગ્રેસનો હુંકાર
મોરબી જિલ્લામાંથી પાવર ગ્રીડ કંપનીની 765 કેવીની હેવી લાઇન પસાર થાય છે અને જે ખેડૂતોના ખેતરમાંથી આ લાઇન નીકળે છે તેને કંપની તરફથી ઓછું વળતર આપવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતો તે લાઇનનો વિરોધ કરી રહ્યા છે તેવામાં આજે માળીયા (મી) તાલુકાનાં ખાખરેચી ગામે કોંગ્રેસના માજી ધારાસભ્ય તેમજ જીલ્લા પ્રમુખ સહિતના આગેવાનોની હાજરીમાં ખેડુત સંમેલન યોજાયુ હતુ જેમાં મોટરી સંખ્યામાં ખેડુતો હાજર રહ્યા હતા અને જ્યાં સુધી કંપની દ્વારા ખેડુતોને પુરતા પ્રમાણમાં વળતરનો ચેક ન આપવામં આવે તાં સુધી કંપની વાળાને ખેતરમાં આવવા દેવા નહી તેવો હુંકાર ખેડુતો અને કોંગ્રેસના આગેવાનઓએ કર્યો હતો.
કચ્છના લાકડીયાથી અમદાવાદ તરફ 765 કેવી ની વીજ લાઇન પથરવાનું કામ હાલમાં પાવર ગ્રીડ કરવામાં આવી રહ્યું છે અને તેની સામે અગાઉ પણ ખેડૂતો દ્વારા વળતર બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો તો પણ કંપનીએ ખેડૂતોને પૂરતું વળતર આપેલ નથી. અને તેવામાં માળીયા(મી.) તાલુકાના ખાખરેચી ગામ પાસે કંપની વાળાએ પોલીસ પ્રોટેકશન સાથે કામગીરી શરૂ કરી હતી જેથી ખેડુતોએ કામગીરીનો વિરોધ કર્યો હતો. અને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તો પણ પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોને પૂરું વળતર કેમ આપવામાં આવી રહ્યું નથી તે સહુથી મોટો સવાલ ઉઠી રહ્યો છે.
તેવામાં કોંગ્રેસ હાલમાં ખેડુતોની વાહરે આવેલ છે અને ખાખરેચી ગામે કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઇ કગથરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા, પ્રદેશ કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઇ આંબલીયા, મનોજભાઇ પનારા, પુષ્યરાજસિંહ જાડેજા, વિજયભાઇ કોટડીયા, નયનભાઇ આઘારા સહિતના કોંગ્રેસની આગેવાનોની હાજરીમાં ખેડુત સંમેલન યોજાયુ હતુ જેમા મનોજ પનારાએ ધારાસભ્ય, કલેકટર, એસપી અને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યો હતો કે, "કંપની પાસેથી રૂપિયા આપેલ હોવાથી તે ખેડુતોને સાંભળતા નથી અને તેને પુરતુ વળતર મળે તે માટે કામ કરતા નથી.
તો કોંગ્રેસના માજી ધારાસભ્ય લલિતભાઈ કગાથરાએ કહ્યું હતું કે, જો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું ન હોય તો વિજ લાઇનના થાંભલા ઊભા કરવાની કામગીરી કરનાર કંપનીએ ખેડૂતોના ખેતરમાં આવવાનો હક્ક છે જ નહીં અને તેની પાસે ખેડૂતોની પોલીસ ફરિયાદ લઈને પોલીસે ખેડૂતોના હિતમાં કામ કરવું જોઈએ. અને અંતમાં કહ્યું હતું કે, “ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે અને કેમ રસ્તા ઉપર ઉતારી રહ્યો છે” તેવો સરકારને ટોણો પણ માર્યો હતો.
મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલીયાએ કહ્યું હતું કે, “જ્યાં સુધી ખેડુતોને કંપની તરફથી પુરતા વળતરનો ચેક આપવામાં ન આવે ત્યાં સુધી કંપનીના માણસો કે મશીનરીને ખેતરમાં આવવા દેવા નહી” અને ખેડૂતોના હિત માટે કાયમ કોંગ્રેસ ખેડૂતોની સાથે રહી છે અને આગામી સમયમાં પણ સાથે જ રહેશે. અને પોલીસને રક્ષણ આપવા માટેનું હુકમ કરવામાં આવે છે નહીં કે કંપનીને જો હુકમી કરીને કામ કરવા માટેનો જેથી પોલીસ પણ હુકમનું સાચું અર્થઘટન કરીને ખેડૂતોના હિતમાં ખેડૂતોની સાથે રહે તે જરૂરી છે નહીં તો કંપની સાઇડમાં રહી જશે અને ખેડૂતો અને પોલીસ વચ્ચે બિન જરૂરી ઘર્ષણ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ખખરેચી ગામે જે ખેડૂતના ખેતરમાં વીજ પોલ નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે તે મિલનભાઇ પટેલના કહેવા મુજબ તેને કોઈ ઓર્ડર કે પછી કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી અને સ્થળ ઉપર પંચરોજ કામ કર્યા વગર જ દાદાગીરી કરીને કોન્ટ્રાકટર દ્વારા પોલીસનું દબાણ કરીને કામ કરવામાં આવી રહ્યું છે અને ખેડૂતની જેટલી જમીન વાપરવા માટેનો હુકમ કરવામાં આવે છે તેનાથી ત્રણ ગણી જમીનનો ઉપયોગ કરવામાં આવે છે તો પછી ખેડૂતોની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરનાર કોન્ટ્રાકટર કે પછી કંપનીની સામે ખેડૂતોની ફરિયાદ લઈને કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી તે તપાસનો વિષય છે.
પ્રદેશ કિશાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઇ આંબલીયાએ કહયું હતું કે, પાવર ગ્રીડ કંપનીની વીજ લાઇનની સામે કોઈ વિરોધ છે જ નહીં. ખેડૂતોને અગાઉ જે વળતર મળ્યું હતું ત્યાર બાદ સરકારે જે પરિપત્ર કરેલ છે તેની અમલવારી કરીને ખેડૂતોને પૂરતા પ્રમાણમા વળતર આપવામાં આવે તેટલી જ ખેડૂતોની અને કોંગ્રેસની માંગ છે અને જો તેની માંગ નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા જે કોઈ પણ આંદોલન કરવામાં આવશે તેમાં કોંગ્રેસ ખેડૂતોની સામે અડીખમ ઊભી રહેશે.
