વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ગોજારો અકસ્માત: મોરબીના ઘુંટુ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે વ્યક્તિના મોત


SHARE







ગોજારો અકસ્માત: મોરબીના ઘુંટુ પાસે ડમ્પર ચાલકે હડફેટે લેતા ડબલ સવારી બાઇકમાં જઈ રહેલા બે વ્યક્તિના મોત

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે ગોજારો વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં જતા બાઇકને બેફામ ગતિએ દોડતા ડમ્પરના ચાલકે હડફેટે લીધું હતું.આ બનાવમાં ઘટના સ્થળે જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું.જ્યારે યુવાનને સિવિલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં તેનું પણ મોત નિપજયુ હતુ.અકસ્માત બનાવમાં બે લોકોના મોત થયા હોય હાલ બનાવની નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા ડમ્પર ચાલકને પકડવા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટાફના જે.પી.વસીયાણી પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેના શ્રીરામ વેબ્રીજ પાસે તા.૨૨ ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં બાઈકમાં ડબલ સવારીમાં જઈ રહેલા દિનેશભાઈ કરસનભાઈ જાદવ જાતે બારોટ (૪૪) રહે, ઘૂટું અને બાઇક ચાલક અમૃતભાઈ નાથાભાઈ વાઘેલા (૬૩) ના બાઈકને ડમ્પર નંબર જીજે ૩૬ એક્સ ૫૫૩૯ ના ચાલકે પાછળથી હડફેટે લીધું હતું અને આ બનાવમાં અમૃતભાઈ નાથાભાઈ વાઘેલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે દિનેશભાઈ જાદવને સારવાર માટે સિવિલે ખસેડાતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું પણ મોત નીપજ્યું હતું અને બનાવમાં બે લોકોના મોત નિપજતા બંને પરિવારના શોકનું મોજું ફરી વળ્યું છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા બનાવની નોંધ કરીને ઉપરોક્ત નંબરના ડમ્પરના ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

બાઇક સ્લીપ
મોરબી તાલુકાના તરઘરી ગામે રહેતા શરદ ગુણવંતભાઈ અઘારા (35) નામનો યુવાન માળીયા નજીક ભીમાસર ચોકડી પાસે આવેલ જય અંબે હોટલ નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને યુવાનને ઇજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમા ઇજા
હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા સેલાભાઈ હીરાભાઈ દેવીપુજક (30) અને સંજય સેલાભાઈ દેવીપુજક (15) નામના બે વ્યક્તિઓને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News