મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન

મોરબીના લીલાપર રોડ પર આવેલા શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યુત/ગેસ આધારિત સ્મશાન ખાતે શ્રી રામધૂનને સતત એક વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. 10 ઓક્ટોબર, શનિવારના રોજ ‘શ્રી રામધૂન વાર્ષિકોત્સવ મહા મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોક્ષધામ ધૂન મંડળ દ્વારા 12 કલાકની અખંડ શ્રી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. અને બપોરે ઉપસ્થિત ભક્તો માટે જમવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ તકે સવારે 8:30 કલાકે શિશુ મંદિરના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 125 જેટલા બાળકો ભાગ લેશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 22 વર્ષથી લીલાપર રોડ પર સ્મશાન સેવા કરવામાં આવી રહી છે. આ ટ્રસ્ટ દ્વારા વીજળી તથા ગેસ આધારિત સ્મશાનની સુવિધા સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પર્યાવરણનું જતન થાય અને પ્રદૂષણમાં ઘટાડો થાય તે હેતુથી પરંપરાગત વ્યવસ્થાની સાથે આધુનિક અંતિમ સંસ્કાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મોરબીના સ્મશાન ખાતે અંતિમયાત્રા સાથે આવતા પરિવારજનો માટે બે મોક્ષ રથની સુવિધા પણ કાર્યરત છે. આ ઉપરાંત આત્માઓના કલ્યાણના હેતુથી શ્રી રામનામની ધૂન-ભજન મંડળ દ્વારા દરરોજ બપોરે 2થી 5 વાગ્યા દરમિયાન રામધૂન કરવામાં આવે છે. આ રામધૂનને તા. 30 સપ્ટેમ્બર, 2025 થી નિયમિત રીતે શરૂ કરવામાં આવી હતી અને હવે તેના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ મહોત્સવ યોજાઈ રહ્યો છે.

આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા લોકોપયોગી શ્રી રામધૂન સત્સંગ હોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી વધુમાં વધુ સત્સંગીઓ તેનો લાભ લઈ શકે છે. મોરબીના ધર્મપ્રેમી દાતા પરિવારોના સહયોગથી તૈયાર થયેલા આ સત્સંગ હોલનું લોકાર્પણ પણ આ પ્રસંગે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં માટે પ્રસાદના દાતા મુળજીભાઈ ડાયાભાઈ કુંડારિયા (નીચી માંડલ) તથા ઘોડાસરા માધવજીભાઈ હરજીભાઈ (લક્ષ્મીનગર) છે અને આ કાર્યક્રમમાં લોકોને આવવા માટે સંસાથના પ્રમુખ પ્રવીણભાઈ યુ. ભાલોડિયા તથા શ્રી શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




Latest News