મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું
માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત
SHARE
માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું છે જ્યારે માળિયાના કુંતાસી ગામે રહેતા વૃદ્ધે કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું છે જેથી આ બંને બનાવની માળિયા તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા મંગાભાઈ પેથાભાઇ જાદવ (62) નામના વૃદ્ધ કોઈપણ કારણોસર વેજલપર ગામની સીમમાંથી પસાર થતી કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે માળિયા તાલુકાના કુંતાસી ગામે રહેતા નાનજીભાઈ રવજીભાઈ ભાડજા (85)એ કોઈપણ કારણોસર ગત તા 28/9 ના રોજ પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે