મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન


SHARE











વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને સેવા કાર્યને 25 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. દરમ્યાન મોરબીમાં 7 ઓક્ટોબરના રોજ ભવ્ય ‘સેવા જ્યોત યાત્રા’ તથા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીલાલ રાજકોટિયાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, 7 ઓક્ટોબરે મોરબીના શનાળા ગામે આવેલ પટેલ વાડી ખાતે સવારે 9થી 9:30 વાગ્યા સુધી ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આશરે 10 હજારથી વધુ કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ત્યારબાદ સવારે 9:30થી 10 વાગ્યા સુધી બે પ્રમુખ વક્તાઓ દ્વારા માર્ગદર્શન અને વક્તવ્ય આપવામાં આવશે. અને ત્યાર બાદ સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઓનલાઈન માધ્યમથી સંબોધન યોજાશે, જેને કાર્યકરો તથા ઉપસ્થિત નાગરિકો લાભ લેશે અને ત્યાર બાદ સવારે 10:30 કલાકે શનાળા પટેલવાડીથી ‘સેવા જ્યોત યાત્રા’ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ પદયાત્રા શનાળા ગામે આવેલ પટેલ વાડીથી શરૂ થઈ ભક્તિનગર સર્કલ સુધી જશે. જેમાં મોરબી જિલ્લાના તમામ ભાજપના કાર્યકરો તેમજ નાગરિકોને જોડાવા માટે જિલ્લા ભાજપના પ્રમુખે અપીલ કરી છે અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે યોજાનાર આ કાર્યક્રમને લઈને મોરબીમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




Latest News