વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ


SHARE









વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ

વાંકાનેર શહેરમાં અનુ. જાતિના સ્મશાનમાં ગેર પ્રવૃતિ કરીને દારૂ પિતા શખ્સોને ઠપકો આપનારા આધેડની સાથે મારજુડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો જેથી માનસિક ત્રાસથી કંટાળી ગયેલા આધેડે એસિડ પી લીધું હતું જો કે, આધેડે એસિડ પિતા પહેલા બનાવેલ વિડીયોના આધારે હાલમાં છ જેટલા શખ્સોની સામે મૃતક આધેડના ભાણેજે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના લાયન્સનગર વિસ્તારમાં આવેલ સતનામ એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં રહેતા મહેશભાઈ અનિલભાઈ રાઠોડ (26) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશ ઉર્ફે પકો દલા, અજીત મકવાણા અને મનોજ મહાલીયા રહે. ત્રણેય વાંકાનેર તથા બેથી ત્રણ અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેરના આંબેડકરનગર શેરી નં. 4 માં રહેતા તેઓના મામા દેવજીભાઈ હરિભાઈ ચાવડાએ આરોપીઓને તેઓના સમાજના સ્મશાનમાં ગેરપ્રવૃત્તિ તેમજ દારૂ પીતા હતા જેથી ત્યાં દારૂ પીવાની ના પાડી હતી ત્યાર બાદ આરોપીઓએ ફરિયાદીના મામા સાથે મારજુડ કરી હતી અને માનસિક ત્રાસ આપ્યો હતો જેથી કંટાળી જઈને ફરિયાદીના મામાએ એસિડ પી લીધું હતું જો કે, એસિડ પીતા પહેલા તેઓએ પોતાના મોબાઈલ ફોનની અંદર એક વિડીયો બનાવ્યો હતો જેમાં પાકા દલા, અજીત મકવાણા તથા મનોજ મહાલીયા અને બેથી ત્રણ અજાણ્યા માણસોના માનસિક ત્રાસના કારણે તેઓએ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેથી આ વિડીયો આધારે હાલમાં મૃતકના ભાણેજે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News