હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો
વાંકાનેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત
SHARE








વાંકાનેરમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલા વૃદ્ધનું મોત
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેને સારવાર માટે રાજકોટની એમ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા નામલબેન પ્રભુભાઈ ચાવડા (70) નામના વૃદ્ધાને પોતાના ઘરે હતા ત્યારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની એમ્સ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
