ટંકારાના ધારાસભ્ય દ્વારા ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના વિશેષ શોનું આયોજન કરાયું
મોરબી વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ પાંચ લાખની પઠાણી ઉઘરાણી કરીને બે શખ્સોએ યુવાનને માર માર્યો
SHARE








મોરબી વ્યાજે લીધેલ રૂપિયા કરતાં વધુ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ પાંચ લાખની પઠાણી ઉઘરાણી કરીને બે શખ્સોએ યુવાનને માર માર્યો
મોરબી શહેરમાં રહેતા યુવાને વ્યાજે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધા તેના કરતાં વ્યાજ સહિતની વધુ રકમ ચૂકવી દીધી હતી તેમ છતાં પણ તેની પાસેથી પાંચ લાખ રૂપિયા લેવા માટે થઈને તેને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે બોલવામાં આવ્યો હતો અને ત્યાં તે યુવાનને ફડાકા અને લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં સનાળા રોડ પર આવેલ ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં ધરતી એપાર્ટમેન્ટ ફ્લેટ નં-6 માં રહેતા ચિરાગ મહેશભાઈ ગોસ્વામી જાતે બાબાજી (35) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શિવમ રબારી અને હીરા રબારી સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે પૈસાની ઉઘરાણી માટે થઈને ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો અને ત્યાં તેને ફડાકા અને લાકડાના ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ બંને શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. સી.એમ. કરકર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ફરિયાદી યુવાને શિવમ રબારી પાસેથી એક લાખ રૂપિયા વ્યાજ લીધા હતા જેની સામે તેણે 1,0,8000 તેને ચૂકવી દીધેલ છે તેમ છતાં પણ તેની પાસેથી વધુ પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને તેને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે માટે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના જોન્સનગર વિસ્તારમાં રહેતા સુમિતાબેન શંકરભાઈ હેલોદ (25) નામની મહિલા કોઈ કારણોસર ફીનાઈલ પી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઈજા તથા સારવારમાં
મૂળ રાજકોટના અને હાલ મોરબીના લાલપર ગામે આવેલ સીરામીક સિટીમાં રહીને સિરામીકમાં મજૂરી કામ કરતા કિશન વિનુભાઈ ટીડાણી કોળી (ઉમર ૨૨) તથા તેના મિત્ર આશિષ રમેશભાઇ યાદવ આહિર (ઉમર ૨૪) ને તા.૨૩ ના મોડી રાત્રીના શહેરના સામાકાંઠે આવેલ નિર્મલ જયોત પેટ્રોલ પંપ પાસે આંતરવામાં આવ્યા હતા અને તેમના ઉપર લાકડી તથા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી બંનેને સિવિલે સારવાર માટે લઇ જવાયા હતા.પ્રેમ પ્રકરણના બાબતે આ ઝઘડો થયો હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.જેની બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
