ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકામાં સગીરાને મોબાઈલથી અવાર નવાર ખરાબ મેસેજ કર્યા હતા અને સોશ્યલ મીડિયામાં વાતો કરીને ઈલેકટ્રોનીક માધ્યમથી સગીરાનો પીછો કરી જાતીય સતામણી કરી હોવાનો ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આરોપીને નિદોર્ષ છોડી મૂકવાનો આદેશ કરેલ છે.

આ કામે ફરીયાદએ એવી ફરિયાદ આપેલ હતી કે, ફરીયાદીની સગીરવયની દીકરીના મોબાઈલમાં આરોપીએ પોતાના મોબાઈલથી અવાર નવાર ખરાબ મેસેજ કર્યા હતા અને ફેસબુક, ઈસ્ટાગ્રામ તથા વોટસએપમાં વાતો કરી ફરીયાદીની દીકરીને ઈલેકટ્રોનીકસ માધ્યમથી પીછો કરી જાતીય સતામણી કરેલ છે. જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિજય મચ્છા ધ્રાર્ગીયા સામે આઈ.પી.સી તેમજ પોકસોની કલમ મુજબ ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી કરી હતી અને પુરાવા મળતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પોકસો કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવ્યુ હતું. અને પોકસો કોર્ટમાં આરોપીનો કેશ ચાલી જતા પોકસો કોર્ટે આરોપીને નિદોર્ષ છોડવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે મયુર પી.પુજારા રોકાયેલ હતા.




Latest News