મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર વાંકાનેર તાલુકામાં બાળકી સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મી)માં ફાયરિંગ કરીને આધેડની હત્યા કરવાના ગુનામાં શહેર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં રાજયમંત્રી કાંતિભાઇ અમૃતીયાની હાજરીમાં વૃક્ષારોપણ અને જનકલ્યાણ શિબિર યોજાઇ મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી !


SHARE











મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી !

મોરબી જિલ્લાના આંગણવાડીના બહેનો તેમજ આશા વર્કરો દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજીને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કલેક્ટરને સંબોધીને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ઓછો પગાર આપીને બહેનોનું શોષણ કરવામાં આવે છે તેમજ ઓનલાઇન કામગીરી કરવા માટેની ફરજ પાડીને અધિકારીઓ તરફથી કામ કરવા માટે ધમકીઓ આપવામાં આવે છે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

આંગણવાડીમાં કામ કરતા બહેનો તથા આશા વર્કર બહેનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આંદોલન કરીને તેઓને પૂરતો પગાર આપવામાં આવે અને જરૂરી સુવિધાઓ આપવામાં આવે તેની માંગણીઓ કરવામાં આવે છે તેમ છતાં પણ તેઓની માંગને રાજ્ય સરકાર દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી ત્યારે આજે મોરબી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રી સુધી આંગણવાડીના બહેનો તથા આશા વર્કર બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લામાં આંગણવાડી કર્મચારી મંડળના આગેવાન રૂક્ષ્મણીબેન ઘોડાસરાe જણાવ્યું હતું કે, તેઓની કોઈ કામ કરવાની ના નથી જોકે, અત્યાર સુધી તેઓ ઓફલાઈન કામગીરી કરતા હતા પરંતુ હવે તેઓને ઓનલાઈન કામગીરી કરવા માટેનું પ્રેશર કરવામાં આવે છે અને ધમકીઓ આપવામાં આવે છે જોકે, ઘણા બધા બહેનો પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોવાના કારણે તેઓ આ કામગીરી કરી શકતા નથી માટે ઓનલાઈન કામગીરી કરવા બહેનોને પહેલા સરકાર દ્વારા સારા મોબાઈલ આપવામાં આવે તે જરૂરી છે.

આટલું જ નહીં સુપ્રીમ કોર્ટના આદેશની અમલવારી કરીને તેઓને પૂરતો પગાર આપવામાં આવે, આંગણવાડીના બહેનોને નિયમિત કર્મચારી ગણીને તેઓને પેન્શન સહિતની યોજનાઓનો લાભ આપવામાં આવે, આંગણવાડી માટે અનાજ સહિતની વસ્તુઓમાં વધારો કરવામાં આવે તે સહિતની વિવિધ સાત માંગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો આંગણવાડી વર્કર અન્નપૂર્ણાબેન કામરિયા સહિતના બહેનોએ જણાવ્યું હતું કે, ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રીએ આંગણવાડી વર્કર બહેનોની માંગણીઓ બાબતે વિગતવાર રજૂઆત સાંભળી હતી પરંતુ અફસોસની વાતએ છે કે આજ સુધીમાં તેઓની એક પણ માંગણીને સંતોષવામાં આવી નથી જેથી તાત્કાલિક સરકાર દ્વારા આંગણવાડી વર્કર બહેનો તથા આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ છે તેને સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News