મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં ટંકારાના મિતાણા પાસે અન્ય વાહન વાળા સાથે ઝઘડો કરનારને ઠપકો આપનારા યુવાનને ફોર્ચ્યુનારના ચાલકે મોઢામાં ઢીકા મારીને કારમાં નુકશાન કર્યું મોરબીના રવાપરમાં આવેલ આધ્યા હાઈટ્સના ફલેટમાં જુગાર રમતા 8 શખ્સ 7.20 લાખની રોકડ સાથે ઝડપાયા વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં સેન્ટીંગનું કામ કરતા સમયે ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત: ટંકારામાં આધેડે ઘરની અંદર કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી દારૂની નાની 18 બોટલ સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબી સ્થા. જૈન યુવક મંડળ દ્વારા ૪૦૦ વિધાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ બુક તથા બોલપેનનું વિતરણ મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર માટે ચાલતા ખેડૂત આંદોલનને મંત્રીના ભાઈએ આપ્યું સમર્થન: ગાંધીનગર ખાતે રેલી-રજૂઆતમાં ખેડૂતોને જોડાવા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનું આહ્વાન મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ

મોરબીમાં આવેલ ગજાનન કુડ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટરને ચેક રીટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે અને ૧૫ લાખનું વળતર ૯ % વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કર્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, આરોપી જીજ્ઞેશભાઈ ગજાનનભાઈ જાની તે પ્રોપરાઈટર ઓફ ગજાનન ફુડ એન્ટરપ્રાઈઝ અને ફરીયાદી દેપાણી દીપેશભાઈ શુરેશભાઈ પાસેથી આરોપીને બેસ ઓઈલની જરુરીયાત હતી અને આરોપી તેમજ ફરીયાદી એકબીજાના સંપર્કમાં હતા. જેથી ઉધારમાં માલ ખરીદી કરી હતી અને તે માલની રકમ ૭,૬૩,૨૯૨ રૂપિયા ફરીયાદી આરોપી પાસે માંગતા હતા જેથી આરોપીએ તેની બેંકનો ચેક આપેલ હતો અને તે ચેક રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ આરોપીને તા. ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ નોટીસ મોકલાવેલ હતી છતા આરોપીએ નોટીસનો કોઈ જવાબ આપેલ ન હતી અને રકમ પરત આપી ન હતી. જેથી ફરીયાદી દ્વારા આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલ જે.ડી. સોલંકી તથા જયેશ પટેલ મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ હતી.

આ કેસ મોરબીના મહે. બીજા ચીફ. જયુડી. મેજી. સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદ પક્ષ દ્વારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ કોર્ટે આરોપી જીજ્ઞેશભાઈ ગજાનનભાઈ જાનીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને ફરીયાદીને વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ ૭,૬૩,૨૯૨ ની ડબલ રકમ ૧૫,૨૬,૫૮૪ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કરેલ છે અને આરોપી વળતરની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે મોરબીના યુવા એડવોકેટ જે.ડી. સોલંકી તથા જયેશ પટેલ, મયુર ઉભડીયા, દીપક મકવાણા, પીન્ટુ પરમાર, નીલેશ ચાવડા, હસમુખ ચાવડા, વીરેન્દ્રસીંહ રાઠોડ, આરતી અમૃતીયા, જીતેન્દ્ર વાઢેર, હીના સાગઢીયા, વીરલ છનીયારા, જયકાંત મકવાણા રોકાયેલા હતા.






Latest News