મોરબીના જેતપર-અણીયારી વચ્ચે રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ 6 મહિલા સારવારમાં
SHARE
મોરબીના જેતપર-અણીયારી વચ્ચે રીક્ષા પલટી મારી જતાં ઇજા પામેલ 6 મહિલા સારવારમાં
મોરબીના જેતપુર રોડ ઉપરથી પસાર થતી રીક્ષા કોઈ કારણોસર પલટી મારી ગઈ હતી જેથી કરીને રિક્ષામાં બેઠેલા 6 મહિલાઓને ઇજાઓ થઈ હોવાના કારણે ઇજા પામેલા મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપરથી અણીયારી ચોકડી તરફના રસ્તે રીક્ષા પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર જેતપર અને અણીયારી વચ્ચે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી આ રીક્ષાની અંદર બેઠેલ પાટડીયા રુપીબેન લક્ષ્મણભાઈ (65), મધુબેન પ્રવીણભાઈ (38), કસ્તુરબેન નવઘણભાઈ પાટડીયા (43), ટીનાબેન રામજીભાઈ કરતોડીયા (31), કોકીલાબેન ગોવિંદભાઈ પરમાર (32) અને રેખાબેન લક્ષ્મણભાઈ પરમાર (32) રહે. બધા ખાખરેચી વાળાઓને ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ તમામને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મારા મારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા રાહુલ વિકેશભાઇ (27) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યાવહી કરી છે.