મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ


SHARE









મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતી પરણીતાને તેના પતિ, સાસુ અને જેઠ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તથા મારકૂટ કરવામાં આવતી હતી જેથી પરિણીતાએ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટના રહેવાસી અને હાલમાં માવતરના ઘરે ગોંડલ ખાતે રહેતા અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (38) એ મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ હર્ષદભાઈ મનજીભાઈ કડીવાર, સાસુ ચંપાબેન મનજીભાઈ કડીવાર અને જેઠ જીગ્નેશભાઈ મનજીભાઈ કડીવાર રહે.બધા ઋષિકેશ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 502 લીલાપર કેનાલ રોડ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના પતિ, સાસુ અને જેઠ દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે તેને હેરાન પરેશાન કરી દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને મેણાં ટોણાં મારીને મારકૂટ કરીને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માત
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા આઈ.ટી.આઈ. થી ઉમા રેસીડેન્સીના રસ્તે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં ભરત પ્રભાતભાઈ ડાંગર (૨૬) રહે.શિવમ હોસ્પિટલ પાસે ગાયત્રીનગર મોરબીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામે આવેલ કારખાના પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં ભગીરથ ભરતભાઈ કોળી નામમાં ૨૪ વર્ષના યુવાનને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે મકનસર પાસેના પ્રેમજીનગરમાં રહેતા મહેશભાઈ તળશીભાઇ પરમાર નામનો ૪૦ વર્ષનો યુવાન ઘર નજીક હતો ત્યાં મારામારીમાં ઈજા થઈ હોય અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો તેમ પોલીસે જણાવે છે અને બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી છે.




Latest News