ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ


SHARE













મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ

રશિયા અભ્યાસ માટે ગયેલ મોરબીનો સાહિલ માજોઠી હાલમાં યુક્રેનના કીવી ખાતે આવેલ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે અને તેને ત્યાંથી ભારત પાછો લાવવા માટે તેને તેની માતા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જો કે, ભારત સરકાર દ્વારા તેને યુક્રેનથી પાછો લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી જેથી કરીને આજની તારીખે પણ તે યુક્રેનમાં છે અને તેનો વધુ એક વિડીયો સામે આવેલ છે.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન માજોઠીનો દીકરો સાહિલ માજોઠી વર્ષ 2024 માં રશિયા ખાતે અભ્યાસ કરવા માટે ગયો હતો ત્યાં તે પાર્ટ ટાઈમ કુરિયર સર્વિસનું કામ કરતો હતો દરમિયાન તેને આપવામાં આવેલ પાર્સલમાંથી ડ્રગ્સ નિકળ્યું હતું જેથી ત્યાંથી પોલીસે તેને પકડી લીધેલ હતો ત્યાર બાદ પાર્સલ ક્યાંથી આવ્યું તે સહિતની માહિતી રશિયન પોલીસને આપી દીધી હતી તો પણ સાહિલ માજોઠી સામે કેસ કર્યો હતો અને તે કેસ કોર્ટમાં ચાલી જતાં તેને 7 વર્ષની સજા કરવામાં આવી હતી. ત્યાર બાદ તે રશિયાની જેલમાં હતો.

દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં યુદ્ધ લડવા માટે સાહિલને અલગ અલગ પ્રકારના પ્રલોભનો આપવામાં આવ્યા હતા અને અંતે તેને ટેકનિકલ કામ કરવાનું છે તેવું કહીને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મોકલવામાં આવ્યો હતો જો કે, સાહિલ માજોઠીએ યુક્રેન બોર્ડર ઉપર જઈને યુદ્ધ લડવાના બદલે આત્મસમર્પણ કર્યું હતું ત્યારથી તે યુક્રેનના કિવ ખાતે આવેલ ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે. ગત જાન્યુઆરી માહિનામાં સાહિલના દિલ્હી હાઇકોર્ટના વકીલ દીપા જોસેફ યુક્રેનના કિવ ખાતે જે ડિટેન્શન સેન્ટર જયાં સાહિલ માજોઠીને રાખવામાં આવેલ છે ત્યાં ગયા હતા અને ત્યાર બાદ તેનો એક ઇન્ટરવ્યૂ સામે આવેલ હતો.

હાલમાં સાહિલની માતા હસીનાબેન માજોઠી પાસેથી સાહિલનો વધુ એક વિડીયો સામે આવેલ છે જેમાં સહિત તેના માતા, નાની, મામા સહિતના પરિવારજનોની ખબર પૂછે છે. અને અંજુ અભ્યાસ કરવા માટે જાય છે કે કેમ તેના વિષે પણ સાહિલ પૂછે છે. તેવું વિડિયોમાં જોવા મળી રહ્યું છે. વધુમાં હસીનાબેને જણાવ્યુ છે કે, તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કેદીઓની અદલા બદલી કરવામાં આવેલ છે અને બંને દેશે એક બીજાને 157 યુધ્ધ કેદી સોંપી દીધેલ છે જો કે, યુક્રેન તરફથી યુદ્ધ કેદીઓની યાદમાં સાહિલનું નામ આપવામાં આવ્યું ન હતું જેથી કરીના હાલમાં પણ તે યુક્રેનના કિવ ખાતે જે ડિટેન્શન સેન્ટરમાં જ છે

ઉલેખનીય છેકે, અગાઉ સાહિલના વકીલ દીપા જોસેફ દ્વારા જે વિડીયો મૂકવામાં આવેલ હતો તેમાં તેઓએ જણાવ્યુ હતું કે, કોઈપણ દેશ વચ્ચે જ્યારે યુદ્ધ ચાલુ હોય ત્યારે યુદ્ધ કેદીઓને પકડવામાં આવ્યા હોય તેને એક્સચેન્જ કરવામાં આવતા હોય છે તેવી જ રીતે જો યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં જે યુદ્ધ કેદીઓને બંને દેશ દ્વારા પકડવામાં આવ્યા છે તેને એક્સચેન્જ કરવા માટેનું લિસ્ટ આપવામાં આવશે અને તેમાં યુક્રેન તરફથી સાહિલ માજોઠીનું રશિયાને આપવામાં આવશે તો સાહિલ માજોઠીની મુશ્કેલી વધી શકે છે અને તે ભારત પાછો ક્યારેય પણ આવશે નહીં.

ત્યારે સવાલએ ઊભો થાય છે કે, યુક્રેન સરકાર સાહિલને પાછો ભારતને સોંપવા માટે તૈયાર છે તો ભારત સરકાર દ્વારા કેમ તેને ભારત લાવવા માટેના પ્રયાસો કેમ કરવામાં આવતા નથી અને યુક્રેન પાસેથી સાહિલનો કબ્જો કેમ લેવામાં આવતો નથી. વર્ષ 2025 ના ઓક્ટોમ્બર મહિનાથી સાહિલ યુક્રેનના કિવ ખાતે જે ડિટેન્શન સેન્ટરમાં અને જો ભારત સરકાર દ્વારા આવી ઢીલી નીતિ રાખવામા આવશે તો સાહિલ કયારે પણ પાછો મોરબી નહીં આવે તેવું તેની માતા હસીનાબેન માજોઠી જણાવ્યુ છે.






Latest News