હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત


SHARE









મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ફગસીયા રોડ ઉપર આવેલ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને બાથરૂમમાં પોતે પોતાની જાતે કોઈપણ ઇન્જેક્શન મારી લીધું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ક્યુ ઇન્જેક્શન માર્યું હતું ? અને શા માટે માર્યું હતું ? તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા નજીક રોલેક્સો પોલિપેક નામના કારખાનામાં રહેતા અને કામ કરતા બલવીંદર ધીરાસિંહ (27) નામના યુવાને ગઈકાલે મોડી સાંજના સમયે કોઈપણ કારણોસર કારખાનાના બાથરૂમની અંદર પોતે પોતાની જાતે કોઈપણ જાતનું ઇન્જેક્શન મારી લીધું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ.ચાવડા દ્વારા કરવામાં આવેલ છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં રામજીભાઈ રાજપુત (૩૩) રહે.લીલાપર ચોકડી પાસે ને ઈજા થતા અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હત.જ્યારે મોરબીના હળવદ રોડ ઉંચી માંડલ પાસે આવેલ સિરામિક કારખાનામાંં મજૂરી કામ કરતા નારણભાઈ લુતનભાઇ પ્રસાદ (૬૫) ને રોડ ઉપરથી જતા વખતે અજાણ્યા બાઇકના ચાલકે હડફેટે લેતા સારવાર માટે લવાયા હતા.




Latest News